Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોરબીના વીશીપરામાં ઓરડીમાંથી દારૂની ર૧૦ બોટલ સાથે અબ્દુલ સુમરા પકડાયો

મોરબી, તા. ર : મોરબીના વિસીપરા મદીના સોસાયટી વિસ્તારમાંથી રહેણાંક ઓરડી માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબા મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા એમ.આઈ.પઠાણ તથા ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. પી.બી.ગઢવીની સુચનાથી મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વિશીપરા મદીના સોસાયટી પાસે આરોપી અબ્દુલભાઈ સુમરાની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૧૦ કીમત રૂ. ૫૬,૧૭૫ તથા મોટર સાઇકલ કીમત રૂ.૪૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૯૬૬૭૫ સાથે અબ્દુલભાઈ સુમરાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી મોહશીન અબ્દુલભાઈ સુમરા હાજર નહિ મળી આવતા બી ડીવીઝન પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે. મોરબી બી-ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી.આઈ. પી.બી. ગઢવી, કિશોરદાન ગઢવી, અર્જુનસિંહ ઝાલા, એ.પી.જાડેજા, ભાનુભાઈ બાલાસરા, વનરાજભાઈ ચાવડા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા, ભગીરથભાઈ લોખીલ અને દેવશીભાઈ મોરી સહિતના સ્ટાફે કરેલ છે.

(12:58 pm IST)