Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

લાઠી તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ બિસ્મારઃ પાંચ ગામોના સરપંચો સહિત લોકોએ ચક્કાજામ કર્યોઃ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો

લાઠી,તા.૨:લાઠી તાલુકાના લાઠી-પ્રતાપગઢ-ભીંગરાડ અને લુવારીયાથી આસોદર ગામને જોડતો રોડ-રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે.જેને લઈને આ ગામના લોકો છેલ્લા દોઢઙ્ગવર્ષથી તંત્રના અધિકારીઓને રજૂઆતો કરી રહ્યા છે.આ રોડ અઢી વર્ષ પહેલા બનાવવામાં આવેલ પરંતુ એક વર્ષ ટૂંકા સમય ગાળામાં આ રોડની હાલત દયનિયઙ્ગબની ચુકી હતી.ત્યાર બાદ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો રોડને મેઈન્ટેઈન કરવામાં ન આવતા આ રોડમાં ખાડાઓ પડી ગયા છે...ત્યારે આવી સ્થિતિમાં ટુ વહીલ તો શું ફોરવ્હીલ પણ ચલાવવી મુશ્કેલ બની ચુકી છે..જેને લઈને આ રોડ રસ્તામાં આવતા પ્રતાપગઢ, આસોદર, ભીંગરાડ, પાડરસિંગા, કૃષ્ણગઢ, લુવારીયા, છભાડીયા, હરીપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ લાઠી તાલુકા મથક તેમજ અમરેલી જિલ્લા મથકે શાળા-કોલેજોમાં જવા તો ખેડૂતોને પોતાનો માલ-સામાન લાવવા લઇ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી તરફ ખરાબ રસ્તાઓને કારણે દવાખાનાના કામોમાં એમ્બ્યુલન્સો પણ સારી રીતે ચાલી શકે તેવી હાલત નથી જેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

આ રોડ-રસ્તાને લઈને અહીંના આગેવાનો,સરપંચો દ્વારા અનેક વાર તાલુકા મથકો પર તેમજ જિલ્લા મથકો પર અનેક વખત લેખિતમાં,મૌખિક,ટેલિફોનિકમાં મકાન,પંચાયત વિભાગના અધિકારીઓ,પ્રાંત અધિકારી સહિતના અનેક અધિકારીઓને તમામ ગ્રામ પંચાયતો દ્વારા તેમજ ગામના આગેવાનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી તેમજ સંકલની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેમ છતા કોઈ નિકાલ આવ્યો નહિ.આ ઉપરાંત સરકાર ડીજીટલી ફરિયાદમાં માની રહી છે.ત્યારે કેટલીય વખત કેન્દ્ર સરકારની પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલ(પીજી)પણ રજુઆત કરવામાં આવી તે છતાં કોઈ નિકાલ આવ્યો નથી.ત્યારે અહીંના ગામ જનો ના છૂટકે હવે આંદોલનના માર્ગ પર ઉતાર્યા છે.આ આસોદર, ભીંગરાડ, કૃષ્ણગઢ, લુવારીયા અને છભાડીયા એમ ૫ ગામના સરપંચો તેમજ ગામના લોકોએ અર્ધનગ્ન હાલતમાં આસોદર-લુવારીયા તરફ જતા માર્ગ પર એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો.અને વાહનો ને પણ રોકવામાં આવ્યા હતા..તેમજ કેટલાક લોકોએ અર્ધ નગ્ન હાલતમાં તંત્ર વિરોધ નારાઓ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ લોકો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરશે જો આ પ્રશ્નનો નિકાલ નહિ આવે તો હજી પણ આ આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(12:57 pm IST)