Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બગોદરાની સીમમાં ભરવાડ વૃધ્ધની હત્યા

હત્યાનાં કારણ અને હત્યા કરનારાને શોધી લેવા તપાસનો ધમધમાટ

વઢવાણ, તા.૨: બગોદરા ગામની સીમમાંથી આવેલી નર્મદા કેનાલ પાસે કોઈ અજાણી વ્યકિતની લાશ પડેલી હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી હતી ત્યારેબગોદરા પોલીસે દ્યટના સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરતા હત્યા કરાયેલી હાલતમાં ભરવાડ વૃદ્ઘની લાશ હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ બગોદરા પોલીસે ડોગ સ્કોડ ટીમને બોલાવી ને તપાસ હાથ ધરી હતી

હત્યા થયેલ આ લાશ ધોળકા તાલુકાના પેટવાળા ગામના પરા વિસ્તારમાં રહેતા ભરવાડ વૃધ્ધનુંઉદ્ઘારની હોવાનું જાણવા મળ્યું હતું. ભરવાડ વૃધ્ધના ખિસ્સામાંથી લીમડી ડેપો ના બસની ટિકિટ ખીચામાં ખિસ્સામાંથી મળી આવેલ હતી ત્યારે આ વૃદ્ઘાનાં ગળામાં મણકા વાળી માળા પહેરી હતી ત્યારે આ વૃદ્ઘાના માથાના ભાગે હાથ પગમાં અને આંખની નીચેના ભાગે તિક્ષણ હથીયારો વડે ઈજાઓ પહોંચાડી મોતને દ્યાટ ઉતાર્યા હોવાની શંકા વ્યકત થઈ રહી હતી.

ત્યારે આ ભરવાડ વૃદ્ઘાની મળેલી લાશ અંગેની બગોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ ભરવાડ વૃધ્ધ ધોળકા તાલુકાના બેટાવાડા ગામ તરફથી જવાના રોડ ઉપર આવેલા બુટ ભવાની પરામાં રહેતા ભાઈ માયારૂપાભાઈ ભરવાડ ની આ લાશ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે હતી.આ અંગેની અને મળેલા લાશની જાણકારી માયાભાઈ ભરવાડના પરિવારજનોને કરવામાં આવતા આ લાશ માયાભાઈ રૂપાભાઈ ભરવાડની હોવાનું ઓળખમાં પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ માયાભાઇની બગોદરા ની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં રાસ મળતા પરિવાર પણ દુખની લાગણી વ્યકત થઈ રહી હતી ત્યારે ભરવાડ વૃદ્ઘાની હત્યા કોણે કરી અને કોણ આ સીમ નાખી ગયું જેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલ છે.

(12:56 pm IST)