Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હવે બસ્તી શહેરમાં સોનલ અને સાહિલ નથી : પ્રેમ પ્રકરણનો કરૂણ અંત...

બસ્તી, તા. રઃ અહીં રહેતા સાહિલ-સોનલની જીંદગી મૌન બની ગઇ છે. બંનેની પ્રેમકથાનો કરૂણ અંજામ આવ્યો છે. બંનેએ આપઘાત કર્યો કે બંનેની કરપીણ હત્યા થઇ તે અંગે પોલીસ હવે તપાસ કરશે, હાલ તો બંન્નેના મૃતદેહ -સુરદાસ ઘાટ-મનોરમા નદીમાંથી કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.

ગઇકાલે બંનેની લાશ મનોરમા નદીમાં જોવા મળતા પોલીસ દોડી ગઇ હતી. બંનેની ઓળખ થતા યુવક માનપૂર ગામનો મોહમદ સાહિલ હોવાનું અને યુવતી સોનલ તે જ સ્કૂલમાં ભણતી હોવાનુંબ હાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં રપ નવેમ્બરે સોનલ ગુમ થયાની પોલીસમાં ફરીયાદ થયાનું બહાર આવ્યું હતું. બંને વચ્ચે પ્રેમ હતો, બંને એક વર્ષ પહેલા ઘરેથી ભાગી પણ ગયા હતા, બાદમાં પરિવાર સાથે ઘરે પરત ફરેલ, પરંતુ બંનેનો પ્રેમ સફળ હતો અને આખરી કરૂણ અંજામ જોવા મળ્યો.

(12:18 pm IST)