Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોરબીના જોધપર ગામે ૮૫ વર્ષીય વૃધ્ધાની ઇચ્છા અનુસાર જીવતા જગતિયું કર્યું

મોરબી,તા.૨: મોરબીના જોધપર (નદી) ગામમાં ૮૫ વર્ષીય વૃધ્ધાએ ત્રણ પેઢીનું સુખ જોયા બાદ તમામ ઈચ્છા અને આકાંક્ષાઓને અલવિદા કહીને જીવતા જગતિયું કરવાની ઈચ્છા જણાવી હતી જે દીકરી-જમાઈ તેમજ પરિવારે પૂરી કરી મૃત્યુ બાદની તમામ વિધિ વૃધ્ધાએ પોતાની આંખે નિહાળી હતી

મોરબીના જોધપર નદી ગામમાં રહેતા જબુબેન અરજણભાઈ કુંડારિયાની ઉમર ૮૫ વર્ષ છે જેને ત્રણ ત્રણ પેઢીનું સુખ માણી લીધું હોય અને હવે જીવનમાં કોઈ આશા-અપેક્ષાઓ બાકી રહી ના હોય જેથી તેને મોહમાયા ત્યજી દેવા અને તેના મૃત્યુ બાદની તમામ ક્રિયા જીવતા જ પોતાની આંખે જોવા માટે પરિવારને જણાવ્યું હતું જેથી દીકરી કંચનબેન અને જમાઈ ગોરધનભાઈ બેચરા તેમજ ભત્રીજા ભુદરભાઈ, પ્રભુભાઈ, જગદીશભાઈ અને મનસુખભાઈએ સહમતી દર્શાવીને મૃત્યુ બાદની ક્રિયાઓ આરંભી હતી જેમાં વૃધ્ધાએ પોતાના મૃત્યુ બાદ થનાર ઉત્ત્।રક્રિયા, પીંડદાન વિધિ જોઈ હતી અને પરિવારે પણ વૃદ્ઘાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરતા તૃપ્તિનો ભાવ અનુભવ્યો હતો.

(12:17 pm IST)