Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ધોરાજીના નાની વાવડીમાં જી.એસ.એફ.સી.દ્વારા ખેડૂતો માટે કૃષિ શિબીર યોજાઇ

ધોરાજી તા.રઃ નાની વાવડી ગામે પ્રગતિશિલ ખેડૂત દશરથસિંહ જાડેજાની વાડી પર જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેતપધ્ધતિ માટે કૃષિ શિબીર યોજાઇ હતી.

આ પ્રસંગે જી.એસ.એફ.સી. ધોરાજી ડેપો ઇન્ચાર્જ ડી. કે. રામ દ્વારા સ્વદેશી વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર તેમજ કંપનીના ઉત્પાદનો તેમજ સેવાઓ ઉપર ભાર આપ્યો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ખેતીવાડી અધિકારી પી. ડી. ચૌધરી અને એફપૃઓ એન. જી. ઓ. ધોરાજીના લલિતભાઇમોનપરા દ્વારા ખેડુતોના હિતમાં ચલાવાતી વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરાઇ હતી.

ધોરાજી આત્મા બ્લોક ટેકનોલોજી મેનેજર ચાવડાભાઇ દ્વારા આત્મા પ્રોજેકટ બાબતે ખેડૂતોને માહીતગાર કર્યા હતા. શિબીરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન ડી. કે. રામએ કરેલ હતું.

(12:15 pm IST)