Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગારીયાધાર તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને આવેદન પત્ર પાઠવાયુ

જુની પેન્શન યોજના પગાર ગ્રેડ અને નવી શિક્ષણ નીતિ બાબતે રજૂઆત

ગારીયાધાર તા. ર :.. ગારીયાધાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઇને ઉદાસીનતા દાખવા બાબતે આજરોજ એક દિવસના ધરણા કાર્યક્રમ કરી ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

જે આવેદન પત્રમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવી,  છઠ્ઠા પગાર પંચની વિસંગતા દુર કરી સાતમા પગાર પંચની અમલવારી કરવી,  દેશ-રાજયોના ફિકસ પગારી, સહાયક, નિયોજીત શિક્ષકોને સમાન વેતન, નવી શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિ કરતા બાબતો દુર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાની પરીક્ષાઓ માટે આયોજન થાય ૪૦૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા બાબત અને ઉચ્ચ પગાર ધોરણ સી. સી. ની મુદત વધારવા માટેની માગણી કરવામાં આવી છે.

આ એક દિવસના ધરણા કાર્યક્રમ બાદ ગારીયાધાર શિક્ષક સંઘના પ્રમુખ બીપીન રઆલ અને હર્ષદ પટેલ સહિતના તાલુકાના શિક્ષક ભાઇઓ-બહેનો દ્વારા ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું.

(12:14 pm IST)