Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

માણાવદર તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદન અપાયુ

માણાવદર તા. ર :.. માણાવદર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને આવેદન પત્ર આપી માગણી કરેલ છે.

માણાવદર તા. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૧ દિવસના ધરણા કરવા બેઠા હતાં.

આવેદન પત્રમાં જણાવેલ છે કે આ. ભા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા આદેશ અનુસાર ૩૦ લાખ પ્રાથમિક શિક્ષકો છે જેમાં શિક્ષણ સ્થિતિમાં સુધારો લાવવા શિક્ષણ સારા પરિણામો મેળવવા વિગેરે પ્રશ્નો ઉકેલવા માગે છે. વર્ષ ર૦૦૬ થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરો પર આંદોલન કર્યા છે. છઠ્ઠા પગાર પંચની વિસંગતાઓ દુર કરવી સાતમુ પગાર પંચ દેશમાં સમાન ધોરણે લાગુ કરવું ફિકસ પગાર પ્રથા નાબુદ કરવી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાંથી શિક્ષકોને હાનિકર્તા બાબતો દુર કરવી. બીઆઇસીસી પરીક્ષા પાસ કર્યા બાદ મળવા પાત્ર તારીખથી ઉ. પગાર ધોરણનો લાભ આપવો, ૪ર૦૦ નો ગ્રેડ ચાલુ કરવો, ૩૦ કરતાં ઓછી સંખ્યાની શાળાઓ મર્જન કરવી, એચ. ટાટા, આચાર્યના બદલી નિયમોમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાદ દુર કરવા આઇઆરસી અને બીઆરસી ન પ્રતિનિયુકિત રદ થતા મુળ શાળા તાલુકાનો લાભ આપવો.

(12:08 pm IST)