Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પોરબંદર સાંદીપનિની પાઠશાળાનું રાજ્ય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

જૂનાગઢ,તા.૨:આ વર્ષે પણ ગુજરાત રાજય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અને ગુજરાત સરકારના અનુદાનથી શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડી મુકામે આયોજીત ૩૧મી રાજયસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં રપ જેટલી શાસ્ત્રીય સ્પર્ધાઓનું આયોજન થયું અને તેમાં સંભાષણ, શલાકા, શ્લોકાન્ત્યાક્ષરી, અષ્ટાધ્યાયી સૂત્રપાઠ, કવીઝ જેવી સ્પર્ધાઓ યોજાઈ. જેમાં ગુજરાતની ૪૦ જેટલી પાઠશાળાના ઋષિકુમારોએ ભાગ લીધેલ હતો અને તેમાં પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજય વેજન્તી (ટ્રોફી) પ્રાપ્ત કરી હતી.

પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિમાં સ્થિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિધાલયથી આ રાજય સ્તરીય સ્પર્ધામાં સાંદીપનિના રપ જેટલા ઋષિકુમારોએ પણ સંભાષણ, શલાકા વગેરે સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પૂજય ભાઈશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી, પાઠશાળાના ગુરુજનોના માર્ગદર્શનથી અને ઋષિકુમારોએ ૮ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર મેડલ અને પ બ્રોન્ઝ મેડલ મેળવી ૪૫ અંક સાથે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. આ સર્વોચ્ચ સ્થાન લેવા બદલ બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને 'વિજય વેજન્તી' એનાયત કરવમાં આવી હતી.

સાંદીપનિના ટ્રસ્ટીશ્રીઓએ અને પાઠશાળાના આચાર્યશ્રી બિપીનભાઈ જોષીએ અને છાત્રાલયના ગૃહપતિ શ્રી બોબડેજીએ પણ ઋષિકુમારોને અભિનંદન આપ્યા હતા. રાજય સ્તરીય સ્પર્ધામાં જેઓને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એવા ૮ ઋષિકુમારો હવે પછી રાષ્ટ્રીય સ્તરે સંસ્કૃતની શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.

(11:58 am IST)