Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કુતિયાણાના છત્રાવામાં મહિલા સરપંચાના પતિ ઉપર કુહાડી અને ધારીયા વડે હુમલો

અમારા ઘર પાસે રેતીના ઢગલા કેમ કરો છો..? તેમ કહીને હુમલો કરી પિતા-પુત્ર ફરારઃ ગંભીર ઈજા પામેલ માલદેભાઇ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મશરીભાઇના ભાઇ થાય છે

કુતિયાણા તા.૨: છત્રાવા ગામના મહિલા સરપંચના પતિ માલદેભાઇ ખૂંટી ઉપર મેરુ રાજા ઓડેદરા તથા કુંતેશ મેરૂ ઓડેદરા બંન્ને પિતા - પુત્રએ રોડ કામ વખતે અમારા ઘર પાસે રેતીના ઢગલા કેમ કરો છો..? તેમ કહીને કુહાડી તથા ધારીયા વડે હુમલો કરીને ગંભીર ઈજા કરવા માલદેભાઇને સરકારી હોસ્પિટલે સારવાર બાદ ખાનગી હોસ્પિટલે ખસેડાયેલ છે.

જીવલેણ હુમલો કરનાર બંન્ને પિતા - પુત્રએ હુમલો કરીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ છે. કુતિયાણા પોલીસે હુમલો કરનાર પિતા-પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.

હુમલાથી ગંભીર ઈજા થયેલ માલદેભાઇએ કુતિયાણા તાલુકા  પંચાયત કારોબારી ચેરમેન મશરીભાઇના ભાઇ થાય છે.

(11:55 am IST)