Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જૂનાગઢના ઐતિહાસિક સરદાર દરવાજાના સમારકામની મુલાકાતે ઈતિહાસકાર ડો.પ્રદ્યુમ્ન ખાચર

જુનાગઢ : ભારતના સૌથી જૂના શહેરો માનું એક શહેર છે. જૂનાગઢના સાતમા નવાબ બહાદુરખાનજીએ જૂનાગઢમાં એક મોટો ભવ્ય દરવાજો બનાવ્યો હતો. તેનું નામ મુંબઇના ગવર્નર લોડ રે ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ દરવાજા ઉપર પહેલા લોર્ડ રેનું એક બાવલુ મૂકવામાં આવ્યું હતું અને એક મોટો ટાવર બાંધવામાં આવ્યો છે. આ ટાવરની ઘડિયાળ પરદેશથી ત્યારે મંગાવાઈ હતી આ ઘડિયાળના દર પંદર પંદર મિનિટે શું મધુર ડંકા પડતા હતા. ્સરકારે આ દરવાજા નું રીનોવેશન કામ ખૂબ સારી રીતે કરાવ્યું છે તે ખુશીની વાત છે આ કામ મુંબઈની સવાણી હેરિટેજ કોન્ઝર્વેશન કંપની કરી રહી છે . તેમાં ગમગુવાર, ગુગળ, અડદ, મેથી, બિલા, અને ગોળથી બનાવવામાં આવે છે.

(11:54 am IST)