Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ધ્રાંગધ્રામાં જવાહર નવોદય વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષકોની તાલીમ શિબિર સંપન્ન

વઢવાણ તા.ર : સુરનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગુજરાતની તમામ જવાહર નવોદય વિદ્યાલયના વિજ્ઞાનના શિક્ષકોની તાલીમ શિબિરનું ઉદઘાટન પાટડી દસાડા તાલુકાના ધારાસભ્ય નવસાદભાઇ સોલંકીએ કરેલ.

ગુજરાત જવાહર નવોદય વિદ્યાલયના વિજ્ઞાનના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીયકક્ષાની પીઆઇએસ પિતા એટલે પ્રોગ્રામ બીપી ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસએસ મેનની તૈયારીના ભાગમાં ભાગ લીધો હતો આ તાલીમ શિબિરનું આયોજન ધ્રાંગધ્રા ખાતે પાટડી દસાડાના ધારાસભ્ય નવસાદભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને હાથ ધરાયુ હતુ. નવસાદભાઇ સોલંકી દ્વારા વર્તમાન શિક્ષણ તાલીમ શિબિરમાં વકતવ્ય આપતા ઉપસ્થિત રહેલ ગુજરાતભરના જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકો ઉપર પ્રવચન કરતા વિદ્વાન શિક્ષકો પણ અભિભૂત થઇ રહેલ હતા.

આ શિબિરમાં ધારાસભ્યશ્રી નવસાદભાઇ સોલંકીએ જણાવેલ હતુ ત્યારે આ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શિક્ષણ શિબિર આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતભરના શિક્ષકો વિજ્ઞાન વિશેની વિદ્યાર્થીઓને તાલીમ આપી અને વિજ્ઞાન વિશે સમજણ આપી હતી.

(11:53 am IST)