Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોરબીમાં કલેકટરના નિવાસ પાસે જ ઉભરાતી ગટરોનો ત્રાસ

 મોરબી તા.ર :  કલેકટર બંગલો નજીક ઉભરાતી ગટરની સમસ્યાથી વેપારીઓ પરેશાન છે અને જીલ્લાના ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાન પાસે જો સમસ્યાના ઉકેલ માટે પાલિકા તંત્ર પાસે સમય ના હોય તો શહેરની સ્થિતિ કેવી હશે તે સમજવું મુશ્કેલ નથી

ઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગ મોરબીના મંગલભુવન ચોક પાસે ગટરના ગંદા પાણીના તલાવડા ઉભરાતા હોય છે અહી નજીકમાં જ જીલ્લા કલેકટર બંગલો આવેલ છે એટલું જ નહિ પરંતુ આ રોડ વનવે તરીકે અમલી છે જેથી તૂટેલા રોડ અને ઉભરાતી ગટરના ગંદા પાણી વચ્ચેથી વાહનચાલકોને ધરાર ત્રાસમાંથી પસાર થવું પડે છે વળી અહી ઉભરાતી ગટરની સમસ્યા આજકાલની નહિ પરંતુ દ્યણા મહિનાઓથી જોવા મળે છે અને સ્થાનિક વેપારીઓએ પાલિકાને અનેક રજૂઆત અને આંદોલન કરી ચુકયા છે અને દેખાડા પુરતી ઉપરછલ્લી કામગીરી કરાય છે પરંતુ ફરીથી ગટરનો પ્રશ્ન જોવા મળે છે ત્યારે મોરબી જીલ્લા કલેકટરના નિવાસસ્થાન પાસે જો ગંદકીની સફાઈમાં પાલિકા તંત્ર ઉદાસીનતા દાખવતું હોય તે સ્થિતિ શરમજનક કહેવાય કારણકે જો જીલ્લા કલેકટરના નિવાસસ્થાન પાસે તંત્ર કામગીરી કરતું ના હોય ત્યારે સામાન્ય લોકોની સમસ્યાની પાલિકા તંત્રના મન કેટલી કીમત તેવો સવાલ પણ ઉપસ્થિત થાય છે.

(11:52 am IST)