Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૮૦૦૦ થી વધુની હાજરી વચ્ચે બળવંતભાઇ મણવરની ૭૫ વર્ષની જીવનયાત્રા પ્રસંગે અમૃત મહોત્સવ યોજાયો

ગોંડલ રાજવી શ્રી જયોર્તિમયસિંહજી હસ્તે પરિશ્રમનો વીરડો ગ્રંથનું વિમોચન સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય સામાજીક સેવાકીય શ્રેષ્ઠીઓની ઉપસ્થીતી

 ઉપલેટા તા.૨: ડુમિયાણીમાં શિક્ષણની આહેલક જગાવી સમગ્ર રાજયમાં એક મહાવિદ્યાધામ પ્રસ્થાપીત કરી પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલીત વ્રજભુમી આશ્રમ સંસ્થામાં પ્રાથમીકથી કોલેજ સુધીના વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપી ૧૦ કોલેજો સાથે હવે આ શિક્ષણધામ એક મોટુ વટવૃક્ષ બની ચુકયુ છે જેમાં ગુજરાતભરમાંથી ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો રહે છે ભણે અને જમે છે આધુનીક સગવડ સાથે અન્ય સાંસ્કૃતિ પ્રવૃતિ અને રમગ ગમતમાં પણ વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે આવી સંસ્થાનુ નામ ઉજાગર કરે છે આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને પુર્વ સાંસદ બળવંતભાઇ મણવર પોતે પણ આ સંસ્થાના સંકુલમાં રહી વિદ્યાર્થીઓને આદર્શ મુલ્યો રાષ્ટ્રભકિત પ્રમાણીકતા અનેશિસ્તના પાઠ શીખવે છે આવા કર્મવીરની ૭૫મી સંઘર્ષમયી જીવનયાત્રાને સંસ્થા પરિવારે અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાની બાળાઓ દ્વારા સ્વાગત નૃત્યથી કરવામાં આવેલ જયારે સંસ્સાથનો પરીચય અને સ્વાગત પ્રવચન દિલીપભાઇ કોરડીયા દ્વારા કરવામાં આવેલ ઉપસ્થીત મહેમાનોના વરદહસ્તે દિપપ્રાગટય અને બળવંતભાઇ મણવરનું શાલ ઓઢાળી અભિવાદન કરવામાં આવેલ આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયા, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, જામનગરના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, અધિક કલેકટર જયેશભાઇ પટેલ, આ સંસ્થાના વિદ્યાર્થી અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા, પૂર્વ મંત્રી રણમલભાઇ વાળોતરીયા, શહેરનાઝબેન બાબી, જામનગરના પ્રો.અનીરૂધ્ધસિંહ વાઘેલા, પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા, જુનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર, ઉપલેટાના ડાયાભાઇ ગજેરા વિગેરે પ્રાસંગીક પ્રવચનમાં બળવંતભાઇ મણવરના ગાંધી વિચારધારા વાળા સાદગીભર્યુ જીવન અને ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના આ ભગીરથ કાર્યને બિરદાવેલ હતુ અને સુપેડીની ઇવા આયુર્વેદીક કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી અને રાજકોટ મ્યુ.કોર્પોરેટર ડો.ઉર્વશીબેન પટેલે પોતાના પિતા બળવંતભાઇ મણવરની નાનપણની અથાગ પરિશ્રમવાળી ગરીબ સ્થિતીથી અત્યાર સુધીની સંઘર્ષભરી જીવનયાત્રાનો ચિતાર આપેલ હતો.

આ તકે ઉપસ્થીત સમાજના શ્રેષ્ઠીઓનું સંસ્થા પરિવાર દ્વારા શાલ ઓઢાળી બહુમાન કરવામાં આવેલ હતુ ત્યારબાદ બળવંતભાઇ મણવરના સામાજીક રાજકીય શૈક્ષણીક અને સેવાકીય કાર્યને ઉજાગર કરતો દળદાર ગ્રંથ 'પરીશ્રમનો વીરડો'નું વિમોચન ગોંડલ રાજવી ભગવતસિંહજીના વંસજ જયોર્તિમયસિંહજી કુમાર હસ્તે કરવામાં આવેલ તેમણે બોલતા જણાવેલ કે ઘર આંગણે આવુ ઉચ્ચ શિક્ષણ મળે તે માટે આ વિસ્તારની પ્રજા ભાગ્યશાળી છે ભગવતસિંજીને યાદ કરી જણાવેલ કે સમાજલક્ષી રચનાત્મક કાર્ય માટે બળવંતભાઇ મણવરને હું બિરદાવુ છું.

આ કાર્યક્રમમાં જુનાગઢના નિલેશભાઇ ધુલેશીયા, હળવદના સંત શ્રી પ્રભુચરણદાસજી, મોરબીના પૂ.ભાવેશ્વરીમાં, અમદાવાદના મગનભાઇ જાવીયા, માણાવદરના દેવજીભાઇ ઝાટકીયા, રાજબેંકના કમલભાઇ ધામી, પોરબંદરના પુર્વસાંસદ ભરતભાઇ ઓડેદરા, પૂર્વે ધારાસભ્ય નંદકિશોરભાઇ દવે, રાજકોટ ડો.સંજયભાઇ ખાનપરા, કનુભાઇ મણવર, સુનીલભાઇ સીણોજીયા, દિપલભાઇ ફળદુ, શામજીભાઇ સેજાણી, પાર્થભાઇ મણવર, ધોરાજી સંઘના પ્રમુખ આર.સી.ભુત, ગોંડલના વલ્લભભાઇ કનેરીયા, અમદાવાદના ડો.જગદીશચંદ્ર દાફડા, ઉપલેટાના પુર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, ગોપાલભાઇ ઝાલાવડીયા, હરીભાઇ ઠુંમર, વલ્લભભાઇ સખીયા, રણુભા જાડેજા, હનીફભાઇ કોડી, પ્રદિપભાઇ જોશી, જગદીશભાઇ વિરમગામા, ગુલાબભાઇ અપારનાથી, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, લખમણભાઇ સુવા, ભાયાવદરના નટવરભાઇ મારસોણીયા, જુનાગઢના વલીમામદ સીડા સહીત સૌરાષ્ટ્ર ભરમાંથી આગેવાનો વાલીઓ સંસ્થાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ, ગામડાના સરપંચો જીલ્લા તાલુકા પંચાયત, નગરપાલીકા સહીતના પ્રમુખો સભ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બપોરબાદ વાલી સંમેલન મળેલ જેમાં પણ આગેવાનોએ પ્રવચનો કર્યા હતા.

કાર્યક્રમની આભારવિધી યોગેશભાઇ પંડ્યા દ્વારા જયારે સંચાલન કિશોરભાઇ આરદેશણા તથા ભરાડ દ્વારા કરવામાં આવેલ હતુ અને કાર્યક્રમને સફળ બનાવા માટે ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન નીચે દિલીપભાઇ કોરડીયા, યોગેશભાઇ ભાલોડીયા, બાલાભાઇ સાંડપા, ઝાટકીયા સાહેબ સહીત સંસ્થાના પરિવારે જહેમત ઉઠાવી હતી.

(11:51 am IST)