Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નલીયા ૮.૦, ભૂજ ૧૪.૦, રાજકોટ ૧૫.૦ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની વધુ અસર

રાજકોટ, તા. ર :  ઉતર ભારતમાં ઠંડીની અસર વધતા તેની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં થઇ રહી છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે શિયાળા જેવા માહોલ સાથે ઠંડીનો અનુભવ થાય છે. આજે પણ કચ્છના નલીયામાં સૌથી નીચુ લઘુતમ તાપમાન ૮.૦ ડિગ્રી નોંધાયુ છે જયારે ભુજમાં ૧૪.૦ ડિગ્રી, રાજકોટમાં ૧પ.૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

છેલ્લા થોડા દિવસોથી ઠંડીની અસર વધવા લાગી છે અને વહેલી સવારે તથા મોડી રાત્રીના લોકો ગરમીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લે છે. જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધે છે.

જુનાગઢ ધુમ્મસ સાથે ઠંડી

જુનાગઢ : જુનાગઢ વિસ્તારમાં આજે ધુમ્મસ સાથે ઠંડીનું જોર રહ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં વધઘટ થઇ રહી છે. શિયાળો બરાબરનો બેસી ગયો હોવા છતાં હજુ કડકડતી ઠંડી શરૂ થઇ નથી.  આજે પણ જુનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં ધુમ્મસ છવાય ગયું હતું. જેના કારણે લઘુતમ તાપમાન ૧૮.ર ડિગ્રી સાથે ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.  સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૧ કિ.મી.ની રહી હતી.

જામનગર

 જામનગર :  આજનું હવામાન ર૭.પ મહતમ ૧૬.પ લઘુતમ ૬પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

ભેજનું પ્રમાણ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૮૦ %

૧૯.ર ડિગ્રી

ડીસા

૮૪ %

૧૭.૦  ''

વડોદરા

૮૪ %

ર૦.૪  ''

સુરત

૯૩ %

ર૧.૬  ''

રાજકોટ

૭૭ %

૧પ.૦  ''

ભાવનગર

૮૬ %

૧૯.પ  ''

પોરબંદર

૬ર %

ર૦.૮  ''

વેરાવળ

૬૪ %

ર૧.૧  ''

દ્વારકા

૬૯ %

૧૮.૮  ''

ઓખા

૬૧ %

ર૧.૮  ''

ભૂજ

૭પ %

૧૪.૦  ''

નલીયા

૭૮ %

૮.૦  ''

સુરેન્દ્રનગર

૭૮ %

૧૬.૮ ''

ન્યુ કંડલા

૮૦ %

૧૬.૦ ''

કંડલા એરપોર્ટ

૬૭ %

૧૪.૩ ''

ગાંધીનગર

૮૩ %

૧૭.૮ ''

મહુવા

૮૭ %

૧૮.૩ ''

દિવ

૭૪ %

૧૯.૮ ''

વલસાડ

૮૩ %

ર૧.૧ ''

વલ્લભ વિદ્યાનગર

૮૪ %

૧૯.૮ ''

જુનાગઢ

૭૧ %

૧૮.ર''

જામનગર

૬પ %

૧૬.પ''

(11:47 am IST)