Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ફાયરિંગનો ભોગ બનેલી જામનગરની યુવતીના પોલીસ સામે ગંભીર આક્ષેપો

જામનગરઃ  જામનગર- ખંભાળીયા હાઇવે પરના આરાધના ધામ પાસે જામનગરની નિશા ગોડલીયા નામની  યુવતી પર ફાયરીંગ કરવામાં આવતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગેની જાણ થતા  પોલીસ દોડી ગઇ હતી. નિશા ગોંડલીયાએ જણાવ્યું હતુ કે  જામનગરના કુખ્યાત ભુમાફીયા જયેશ પટેલ અને યશપાલસિંહ જાડેજાના સાગરીતો દ્વારા તેના પર ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ અને ખંભાળીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

બાદમાં હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જામનગર પોલીસ વડાની કચેરી ખાતે નિશા ગોડલીયા આવી હતી અને પોતાના મોબાઇલમાં વિડીયો ઉતાર્યા હતો અને પોલીસની આરોપીઓ સાથેની સાંઠગાઠના સહીતના મામલે આક્ષેપો કર્યા હતા અને સુસાઇડ નોટ લખી હતી અને આત્મવિલોપનની ચીમકી આપી હતી.

આ મામલે જીલ્લા પોલીસ વડાએ જણાવેલ કે નીશા ગોંડલીયાને નિવેદન માટે બોલાવવામા આવી હતી અને પ્રોટેકશન આપવાની પણ જાણ કરી હતી. આરોપીઓના ધમકીભર્યા ફોન આવતા હોય તો પુરાવા સાથે રજુ કરી કાર્યવાહી કરવામાં આવશે. નીશા ગોંડલીયાએ  જણાવ્યું હતું કે જે શખસથી જીવનુ જોખમ હોય તે શખસ એક ખાનગી પાર્ટી પ્લોટના  કાર્યક્રમમૉ હાજર હતો પરંતુ પોલીસને જાણ કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોલીસ સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

(1:34 pm IST)