Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા

ગોંડલની સબજેલમાંથી બહાર નીકળતા ગેંગસ્ટર્સ સાથે સેલ્ફીની ઘેલછાએ વિવાદ સર્જ્યો

ગોંડલમાં આરોપીઓ સાથે પોલીસકર્મીઓએ સેલ્ફી લીધી હતી. ભીમા દુલા સાથે પોલીસકર્મીઓ સેલ્ફી લઈ રહેલા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તાહતા અનેક સવાલો ઉઠ્યાં છે

 આ અંગેની વિગત મુજબ ગોંડલની સબજેલમાંથી નિકળી રહેલા આરોપી સાથે પોલીસકર્મીઓએ સેલ્ફી લેતા વિવાદ સર્જાયો છે 

   આદિત્યાણા મર્ડર કેસમાં ભીમા દુલા જેલમાં બંધ હતો ગુજરાત હાઈકોર્ટે ભીમાદુલાને આજીવન કેદની સજા સંભળાવી છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આરોપી ભીમા દુલાને જામીન મંજૂર કર્યા છે. ભીમાદુલા જેલમાંથી નિકળી રહ્યો હતો ત્યારે પોલીસકર્મીઓની સેલ્ફીથી ઘેલછાથી અનેક ચર્ચા છે. 

(11:52 pm IST)