Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

દામનગરમાં મુસ્લિમ સમાજના સબરસતા સંમેલનમાં સામાજિક સંવાદિતાની શીખ

દામનગર,તા.૯:  દામનગર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત સબરસતા સંમેલન માં સૌરાષ્ટ્ર ભર ના અનેકો શહેરી અને ગ્રામ્ય અગ્રણી ઓ ની હાજરી ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ અગ્રણી .બોટાદ મુસ્લિમ સમાજ અગ્રણી ઈરફાનભાઈ ખીમાણી. અમરેલી ઝીંગાબાપુ પીરેતરકિત સોયબબાપુ શિહોર મુસ્લિમ સમાજ અગ્રણી બગસરા સાવરકુંડલા ગઢડા બોટાદ ઢસા ગારીયાધાર લાઠી અમરેલી બાબરા દામનગર સહિત સૌરાષ્ટ્ર ભર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેકો મુસ્લિમ સમાજ અગ્રણી ઓ અને હિન્દૂ અગ્રણી લાઠી તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઇસામલિયા શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા રઘુવંશી સમાજ ના સંજયભાઈ તન્ના સુરેશભાઈ ત્રિવેદી દિનેશબાપુ રામાવત ખોજ સમાજ ના છોટુભાઈ મોટાણી દલિત સમાજ વિનુભાઈ જયપાલ બ્રહ્મસમાજ વિમલભાઈ ઠાકર નટુભાઈ ભાતિયા જૈન સમાજના ભરતભાઈ શાહ સહિત અઢારે આલમની વિશાળ ઉપસ્થિતિમાં સબરસતા સંમેલન યોજાયું નિવૃત એસ પી વકફ બોર્ડના સયેદભાઇની અધ્યક્ષયતામાં યોજાયેલ સબરસતા સંમેલનમાં સામાજિક સંવાદિતા ની હિમાયત કરતા અનેકો અગ્રણી ઓ ની શીખ કોમી એકતા ઇન્સાનીયત સૌથી મોટો માનવ ધર્મ ભારત દેશ ની એકતા અખંડીતા એ આપણી સોની સહિયારી ફરજ અંગે સયેદભાઇનું સ્વાગત કરતા અગ્રણી ઓ એકમેક ને ભેટી પડ્યા હતા સામાજિક સંવાદિતાનું આયોજન કરતા ઉદારદીલ ડેરૈયા પરિવારની સર્વત્ર સરાહના કરતા અનેકો અગ્રણીઓએ કરી હતી.

દેશની આઝાદીમાં મુસ્લિમ સમાજે આપેલ યોગદાન બહાદુરશા જફરથી લઈ અનેકો મુસ્લિમ અગ્રણીઓએ દેશની એકતા માટે કરેલ સંઘર્ષ અંગે વકતવ્ય આપતા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન સયેદ વકતવ્યમાં સામાજિક સંવાદિતા સદભાવનાનો સંદેશ આપતા જણાવ્યું કે, દેશ જયારે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવી રહ્યો હોય આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે બંધારણના ઉદેશોનું આચરણ ન કરી શકીએ?

(12:01 pm IST)
  • અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટ સંભવતઃ ૧૩ થી ૧૫ નવે. વચ્ચે ચુકાદો આપી રહેલ છે ત્યારે મોદી સરકાર દરેક રાજયો માટે એડવાઈઝરી જાહેર કરેલ છે અને દરેક રાજયોને નિર્ણય માટે એલર્ટ રહેવા આદેશ આપ્યા છે અયોધ્યામાં અર્ધ લશ્કરી દળોની ૪૦ કંપનીઓ ગોઠવી દેવાઈ છે અને બહારના જિલ્લાઓમાં કામચલાઉ જેલોનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેના માટે કેટલીક શાળાઓ અને ખાનગી બિલ્ડીંગોને નકકી કરવામાં આવ્યાનું જાણવા મળે છે : અયોધ્યામાં ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે તથા દરેક વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે access_time 6:27 pm IST

  • રંજન ગોગોઈ આજે યુપીના ટોચના અધિકારીઓને મળશે : રામમંદિર ચુકાદા પહેલા યુપીમાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવવા સુપ્રિમ કોર્ટે સીજેઆઈની આજરોજ યુપીના ચીફ સેક્રેટરી અને ડીજીપી સહિતના અધિકારીઓ સાથે મહત્વની બેઠક access_time 12:56 pm IST

  • પુણેની હાઉસમેડનું વિઝિટિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ :કામ માટે દેશભરમાંથી મળે છે ઓફર : વિઝિટિંગ કાર્ડની મદદથી કામ કરવાની ઈચ્છા રાખનારી આ મહિલા ઇન્ટરનેટમાં છવાઈ ગઈ : પુણેના બાવધાન વિસ્તારમાં હાઉસમેડનું કામ કરતી આ ગીતા કાલેની તાજેતરમાં નોકરી છૂટી જતા ઉદાસ અને દુઃખી હતી : ગીતાએ એક કામ આપનાર મહિલા સાથે વાત કરી અને તેની નાનકડી મદદથી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની access_time 1:07 am IST