Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જુનાગઢના ૪ વર્ષના ઇમાદનું ધોરાજીમાં નાનીના ઘરે ત્રીજા માળેથી પટકાતાં મોત

માતા સાથે રોકાવા આવ્યો'તોઃ કલરકામ ચાલતું હોઇ ખુલ્લી ગેલેરીમાંથી પડી ગયોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૯: જુનાગઢના ઉધીવાડામાં રહેતાં ઇમાદ સાજીદભાઇ ઉધી (ઉ.૪) નામના બાળકનું ધોરાજી મેમણ કોલોનીમાં તેના નાનીમા શહેનાઝબેનના ઘરે પોતાના માતા અસ્ફીનબેન અને નાની બહેન સાથે વેકેશન કરવા આવ્યો હોઇ અહિ તા. ૬ના સાંજે ત્રીજા માળે રમતો-રમતો ગેલેરીમાંથી પડી જતાં ઇજા થતાં ધોરાજી, જુનાગઢ, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ ગત રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ઇમાદ એક બહેનથી મોટો હતો. તેના પિતા સાજીદભાઇ ઇકબાલભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. ત્રીજા માળે કલર કામ ચાલુ હોઇ ત્યાંથી રેલીંગ કાઢી લેવામાં આવી હોઇ ઇમાદ રમતો-રમતો ત્યાં જઇ ચડ્યો હતો અને અકસ્માતે નીચે પટકાયો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(11:51 am IST)
  • દિલ્હીમાં વાહનચાલકો માટેની ઓડ ઇવન સ્કીમ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : મહિલા વાહન ચાલકો , ટુવહીલર , તથા રિક્ષાને આ સ્કીમમાંથી મુક્તિ આપવાનું પગલું રાજકીય : હાઇકોર્ટએ સ્કીમ વિરુધ્ધ સ્ટે આપવાની ના પાડતા સુપ્રીમ કોર્ટમાં સંજીવ કુમાર નામક નાગરિકની અરજી access_time 7:50 pm IST

  • ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવાઇ : કેન્દ્ર સરકારે ગાંધી પરિવાર (પ્રિયંકા ગાંધી, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી)ની SPG સુરક્ષા લીધી પરતઃ ગાંધી પરિવારની 'z+' સુરક્ષા યથાવતઃ સીઆરપીએફ કમાન્ડો ગાંધી પરિવારની સુરક્ષામાં access_time 3:45 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST