Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જુનાગઢના વાંજાવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયા

જુનાગઢ તા ૮  : શહેરના વાંજાવાડા વિસ્તારમાં જાહેરમાં વરલીમટકાનો જુગાર રમાડતા બે શખ્સોને જુનાગઢ 'એ' ડીવીઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ મહે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક તથા પોલીસ અધિક્ષક સોૈરભ સિંઘ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસઅધિક્ષક પ્રદિપસિંહ જાડેજા સા. તથા ''એ' ડીવીઝન પો.સ્ટે.ના પો. ઇન્સ. કે.કે.ઝાલા સા. ના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા જાણીતા જુગારીઓ ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા ''એ'' ડીવીઝન પો. સ્ટે. ના સર્વેલન્સ ટીમના પો.હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ જુંજીયા તથા પો.કોન્સ. ભરતભાઇ આંણદભાઇ તથા સુભાષભાઇ ધીરૂભાઇ તથા ભુપતસિંહ ડોલરસિંહ તથા વનરાજસિંહ બનેસિંહ તથા અનકભાઇ ભીખુભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા પ્રવિણભાઇ રાણીંગભાઇ વિગેરે પો. સ્ટાફના માણસો જુનાગઢ ''એ'' ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અગાઉ જુગારના કેસોમાં અનેક વખત પકડાયેલ જુનાગઢ વાંજાવાડમાં રહેતો પંકજ ઉર્ફે લાલો મનસુખભાઇ ત્રીવેદી, વાંજાવાડ હનુમાન મંદીરની બાજુમાં તથા વાંજાવાડના નાકા પાસે માણસો બેસાડી જાહેરમાં વરલી મટકાના આંક ફરકના આંકડા લખી આંક ફરકનો પૈસાની લેતી દેતી કરી હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી હકીકત મળતા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ દરોડા કરતા વાંજાવાડામાં હનુમાનજીના મંદીર પાસેથી (૧) અયુબખાન રફિકખાન યુસુફખાન, જાતે પઠાણ (ઉ.વ.૪૨) રહે. જુનાગઢ સુન્ની બોરવાડ, સાબરીન મસ્જીદની સામે વાળો તથા વાંજાવાડાના નાકા ઉપરથી (ર) સુધીર વસંતલાલ વસાણી, જાતે લુહાણા (ઉ.વ.૬૦), રહે. જુનાગઢ વાંજાવાડ માર્કેટ ચોક પાસે વાળા એમ બે ઇસમો હાજર મળી આવતા બંન્નેની અંગ ઝડતી કરતા નં.(૧) પાસેથી વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂા૧૦,૦૨૦/- તથા નં.(ર) પાસેથી વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂા૧૨,૩૨૦/- નો મુદામાલ મળી આવતા કબજે કરી ''એ'' ડીવી.પો.સ્ટે.માં ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ  રેઇડની કામગીરી સર્વેલન્સ ટીમના પો.હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ જુંજીયા તથા પો.કોન્સ. ભરતભાઇ આંણદભાઇ તથા સુભાષભાઇ ધીરૂભાઇ તથા ભુપતસિંહ ડોલરસિંહ તથા વનરાજસિંહ બનેસિંહ તથા અનકભાઇ ભીખુભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા પ્રવીણભાઇ રાણીંગભાઇ વિગેરે કરેલ છે.

(12:59 pm IST)