Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સ્વ. વૃજલાલ ખીમાણીના સ્મરણાર્થે નિર્માણધીન ગૌશાળાનું કૃષિ મંત્રી ફળદુની હાજરીમાં ઉદ્દઘાટન

બગસરાના જુની હળીયાદ ગામના વતની

બગસરા તા. ૮: બગસરા તાલુકાના જુની હળીયાદ ગામના વતની સ્વશેઠશ્રી વૃજલાલ મોહનલાલ ખીમાણીના સ્મરણાર્થે ગૌશાળાનું ઉદ્દઘાટન કૃષિ મંત્રી આર. સી. ફળદુ ઉપસ્થિતિમાં શેઠશ્રી દામોદરભાઇ વૃજલાલ ખીમાણીએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.ત્યારબાદ ગૌશાળા બાંધકામના દાતા દામોદરભાઇ વૃજલાલ ખીમાણી, દિપકભાઇ ખીમાણી, બ્રિજેશભાઇ ખીમાણી, પિન્ટુભાઇ, વિનુભાઇ વિરડીયા, વિરાજભાઇ ખીમાણી, પરેશભાઇ વિરડીયા, જીતુભાઇ ખીમાણી વગેરે દાતાશ્રીઓના સન્માન કરવામાં આવેલ. મંત્રી આર. સી. ફળદુએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. ગૌશાળાનું ઉદ્દઘાટન દામોદરભાઇ વૃજલાલભાઇ ખીમાણીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હીરપરા પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, પરેશભાઇ ધાનાણી, નાગરિક શરાફી મંડળીના ચેરમેન રશ્મીનભાઇ ડોડીયા, ધીરૂભાઇ માયાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે શૈલેષકુમાર બાબુલાલ સોનપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચબુતરાનું ઉદ્દઘાટન બાબુભાઇ વીરડીયાએ કર્યું હતું.

જુની હળીયાદ ગામમાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં સમસ્ત ગ્રામ જોડાયું હતું. ગૌપુજન ગૌ પ્રવેશ દામોદરભાઇ ખીમાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વઘાસીયાભાઇએ કર્યું હતું.

(11:44 am IST)