Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી

મોરબી,તા.૮:  જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ વરસ્યો હોય જેથી મોરબી જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જીલ્લા પંચાયતના પ્રમુખે આ અંગે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજયના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે રાજયમાં સરેરાશ ૧૫૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે અને મોરબી જીલ્લામાં પણ સરેરાશ ૧૯૦ ટકાથી વધુ વરસાદ થયો છે આ વરસાદ એક જ દિવસમાં પાંચ ઇંચ કરતા વધુ જથ્થામાં પડેલ છે જેથી પાક પર વિપરીત અસર થઇ છે જમીનનું ધોવાણ પણ પુષ્કળ થયેલ છે જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો છીનવાઈ જતા મુશ્કેલીમાં મુકાયો છે અને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે મોરબી જીલ્લામાં પણ તમામ તાલુકામાં પુષ્કળ વરસાદ થયો હોય અને સંવેદનશીલ સરકાર ખેડૂતોની દયનીય સ્થિતિ જોઇને યોગ્ય મદદરૂપ થાય તે જરૂરી છે મોરબી જિલ્લામાં લીલા દુષ્કાળ તરીકે જાહેર કરી ખેડૂતોને પાકવીમો અને આર્થિક સહાય મળી રહે તેવી માંગ કરી છે.

(11:34 am IST)