Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

થાનગઢમાં સાડા તેર લાખનો દારૂ પકડાયો

વઢવાણ તા.૮: થાનગઢના મફતીયાપરાના જયરાજભાઇ જીલુભાઇ જેબલીયા અને વીજયભાઇ જેઠસુરભાઇ ખાચર,ફોર્ચુનર કાર નંબર જીજે-૪-બીઇ-૯૬૬૦ વાળીનો ચાલક (૪)તપાસ દરમ્યાન ખુલ તે તમામ આરોપીઓ જયરાજભાઇ જીલુભાઇ જેબલીયાએ પોતાના હવાલાવાળા ઢાળીયામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો મંગાવી આરોપી વિજયભાઇ જેઠસુરભાઇ ખાચર રહે.મફતીયાપરા વાળા સાથે મળી તેના હવાલાવાળી મહીન્દ્રા કાર તેમજ ફોર્ચુનર કાર જેવા વાહનોમાં મુદ્દામાલના જથ્થાનુ કટીંગ કરતી વખતે જ પોલીસ રેઇડ દરમ્યાન ટોયોટા કંપનીની ફોર્ચુનર કારવાળીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૩૮૪ કિ.રૂ.૧,૧૫,૨૦૦નો ગેરકાયદેસર રીતે ભરી રાખી તેમજ આરોપી વીજયભાઇ જેઠસુરભાઇ ખાચર રહે.મફતીયાપરા થાનગઢ વાળાએ પોતાના હવાલાવાળી મહીન્દ્રા પીકઅપ ડાલા ગાડીના ઠાઠામાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૪૭૨ કિ.૩,૪૮,૦૦૦નો મુદ્દામાલ ભરેલ હોય તેમજ જયરાજભાઇ જીલુભાઇ જેબલીયાના ઢાળીયામાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો નંગ-૧૩૬૮ એમ મળી કુલ નાની મોટી બોટલો નંગ-૪૨૨૪ કિ.રૂ.૮,૭૩,૬૦૦નો મુદ્દામાલ ગણી તેમજ બન્ને વાહનો જેમા ટોયોટા કંપનીની ફોર્ચુનર ગાડી કી.રૂ.૧૫,૦૦,૦૦૦ ગણી તેમજ મહીન્દ્રા કંપનીની પીકઅપ ડાલુ નંબર વગરનુ નવા જેવુ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦ ગણી એમ મળી કુલ મુદ્દામાલ રૂ.૨૮,૭૩,૬૦૦નો મુદ્દામાલ રેઇડ દરમ્યાન મળી આવેલ હોય આરોપી જયરાજભાઇ જીલુભાઇ જેબલીયા રહે.મફતીયાપરા થાનગઢ તથા આરોપી વીજયભાઇ જેઠસુરભાઇ ખાચર રહે.થાનગઢવાળા તેમજ ફોરચુનર ગાડીનો ચાલક હાજર નહી મળી આવી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. જી.જી.પરમાર થાનગઢ પો.સ્ટે.નાઓ કરે છે

(11:34 am IST)