Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પોરબંદરમાં ઇ-સ્ટેમ્પીંગ માટે વસુલાતો વધારાનો ચાર્જ : બાર એસોે. દ્વારા રજુઆત

પોરબંદર તા ૮  :  જીલ્લા બાર એસોસીએશન દ્વારા કલેકટરને રજુઆતમાં ઇ-સ્ટેમ્પીંગ માટે પરવાનાની જોગવાઇઓની વિરૂધ્ધ દરેક સ્ટેમ્પના વેચાણ ઉપર રૂા ૧૦/- થી રૂ.૫૦/- સુધી વધારાનો ચાર્જ લેતા હોય તે સબંધે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા તથા જવાબદારો સામે પગલા લેવા માગણી કરી છે.

રજુઆત :

(૧) સરકારશ્રી દ્વારા સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરતાં અને તેની જગ્યા ઇ-સ્ટેમ્પીંગ માટે નવા લાયસન્સ ઇસ્યુ કરતાં અને પોરબંદરમાં અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરીમાં તથા સ્ટોક હોલ્ડીંગમાં ઇ-સ્ટેમ્પીંગ થતું હતું. અને આ બન્ને સ્ટેમ્પ હોલ્ડરો દ્વારા જેટલા રૂપિયાના સ્ટેમ્પ હોય તેટલાજ રૂપિયા વસુલ કરતા હતાં એટલે કે, કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવતો ન હતો, અને આજે પણ આ બન્ને જુના સ્ટેમ્પ હોલ્ડરો દ્વારા સ્ટેમ્પ મુજબ જ ચાર્જ વસુલ કરે છે કોઇ વધારાની રકમ ચુકવવી પડતી નથી.

પોરબંદરમાં અન્ય ખાનગી વ્યકિતઓને પણ ઇ-સ્ટેમ્પીંગ માટે લાયસન્સ આપવામાં આવેલ હોય તે દરેક ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ ધારકો દ્વારા ઇજારાશાહીનો  ગેરલાભ લઇ ફોર્મ ભરવાના બહાના નીચે રૂા૧૦/- થી રૂા ૫૦/- સુધીનો વધારાનો ચાર્જ વસુલ કરે છે એટલે કે, રૂા૫૦/- નો સ્ટેમ્પ લઇએ તો રૂા૬૦/- વસુલ કરે છે અને રૂા૧૦૦/- નો સ્ટેમ્પ લઇએ તો રૂા ૧૨૦/- વસુલ કરે છે અને રૂા૩૦૦/- નો સ્ટેમ્પ લઇએ તો રૂા૩૩૦/ વસુલ કરે છે અને તેથી વધારાનો સ્ટેમ્પ લઇએ તો સ્ટેમ્પ કરતા રૂા૫૦/- વધારાનો ચાર્જ વસુલ લ્યે છે અને તે ફોર્મ ભરવાનો ચાર્જ વસુલ કરે છે  તેમ રજુઆતમાં જણાવેલ છે. (૩.૪)

 

(11:34 am IST)