Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઓખાથી વરવાળા ગાંધી યાત્રા સાંસદ પુનમબેન જોડાયા

દ્વારકા તા. ૮ :.. સમગ્ર દેશમાં ગાંધી યાત્રાની સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગર ખાતે નિકળેલી ગાંધી યાત્રાનું દ્વારકા ખાતે સમાપન થનાર છે એ અંતર્ગત અનેક કાર્યક્રમો સાંસદ પુનમબેન માડમ અને ભાજપ સંગઠીત દ્વારા યોજાયા છે. જેમાં દ્વારકા વિસ્તારના ગ્રામ્યના સરપંચો ત્થા ઓખા અને દ્વારકા પાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો કાર્યકરો ત્થા બન્ને જીલ્લાના નેતા ગણ અને લોકો જોડાશે.

આજે બપોર ઓખા, મીઠાપુર, સુરજકરાડી અને વરવાળામાં આ યાત્રા ફરશે અને મહાત્મા ગાંધી ભારત પ્રત્યે મુલ્યો ત્થા તેમના જીવના સ્મરણોને યાદ કરાશે. ધારાસભ્યો પબુભા માણેક ભાજપ તાલુકા પ્રમુખ બેરાજમા, પાલિકા ઓખાના પ્રમુખ ચેતનભાઇ, ભાજપ શહેર પ્રમુખ ઓખાના મોહનભાઇ બારાઇ આ યાત્રામાં જોડાયા છે.

દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર પરિસર થી બપોર બાદ ચાર વાગ્યે નિકળી નારી ગાંધી યાત્રાને દ્વારકાધીશ મંદિરના પુજારી ત્થા ગુગણી બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે યાત્રાનું સન્માન કરશે બપોરે પ કલાકે ક્રાંતિકારી માણેક પ્રતિમામ પાસે યાત્રાનું સન્માન થશે. સાંજે ૬ વાગ્યે વિવિધ સમાજના આગેવાનો પણ યાત્રાનું સન્માન કરશે બાદમાં ૬.૩૦ વાગ્યે હોમગાર્ડ ચોકમાં જાહેર સભા યોજાશે. સમગ્ર દ્વારકાના કાર્યક્રમનું સંચાલન પાલિકા પ્રમુખ જીતેષ માણેક, ભાજપ શહેર પ્રમુખ પરેશભાઇ ત્થા શહેર મહામંત્રી વિજયભાઇ  કરી રહ્યા છે.

(11:32 am IST)