Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ : મહુવામાં તોફાની વરસાદ : તળાજા અને અલંગ પંથકમાં પણ વરસાદ પડ્યો

પ્રસિદ્ધ ગોપનાથ બીચ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ

 

ભાવનગર : ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મહુવા, તળાજા અને અલંગ સહિતનાં તાલુકાઓ અને મથકોમાં વરસાદ પડ્યો હતો. મહુવામાં ખુબ તોફાની વરસાદ પડ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. તળાજા ના પ્રસિદ્ધ ગોપનાથ બીચ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યાર બાદ તોફાની વરસાદ પણ ખાબક્યો હતો.

(12:27 am IST)