Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ચામુંડા માતાના મંદિરે અપાયો પશુબલિ

રાજસ્થાનના નાયબ પ્રધાન સહિત ત્રણ સામે નોંધાયો કેસઃ વીડીયો વાઇરલ થયો

ચિતોડ ગઢ,તા.૯: તાણા ગામની પહાડી પર ચામુડા માતાના મંદિરની પાસે નોમના દિવસે સોમવારે જાહેરમાં પશુબલિનો વીડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયા પછી પોલીસે ભુપાલ સાગર પચાયત સમીતીના નાયબ પ્રધાન ભીમસિંહ ઝાલા સહિત ત્રણ જણ સામે કેસ નોંધયો છે. આ બનાવમાં અન્ય આરોપીઓની ઓળખ કરાઇ રહી છે. જીલ્લા કલેકટર પણ પોલીસ પાસેથી સમગ્ર ઘટનાક્રમેનો રિપોર્ટ માંગ્યો છે બનાવ બહાર આવતા પોલીસે અધિક્ષક અનિલ કયાલના આદેશ અનુસાર આકોલા પોલીસે રાજસ્થાન પશુપક્ષી વધ વિરોધ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આકોલા પોલીસ સ્ટેશનના ઇર્ન્ચાજ મીણા અનુસાર આ પ્રકરણમાં ત્રણ જણ સામે કેસ નોંધવામાં આવ્યો છે. નવરાત્રી પૂર્ણ થતા સોમવારે તાણાની પહાડી પર આવેલા ચામુડા માતા મંદિરમાં આજુબાજુના ૩૦-૪૦ ગામોમાંથી સેંકડો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. અહીં જવારા વિસર્જન કાર્યક્રમ દરમ્યાન ભીડ વચ્ચે જાહેરમાં પશુની બલિ અપાઇ હતી.

૧૮મી સદીનું ચામુડા માતા મંદિર આ વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહી દરેક નવરાત્રી પર હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. નવરાત્રીમાં નોમના દિવસે અહીં જાહેરમાં પશુબલિ આપવાની પરંપરા હોવાની વાત બહાર આવી છે.

નાયબ પ્રધાન ભીમસિંહ ઝાલા કહ્યું કે 'મારી સામે કેસ થયો હોવા અંગે મને કોઇ માહિતી નથી. મારે પશુબલિ સાથે કોઇ સંબંધ નથી હું ફકત દર્શન કરવા ગયો હતો. હું ત્યાં લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે હવેના જમાનામાં આવું ન કરવું જોઇએ. હું હંમેશા તેમને જાગૃત કરીને પશુબલિ બંધ કરાવવાનો પ્રયત્ન કરતો આવ્યો છું'

(12:58 pm IST)