Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મોરબીઃ ૬૧ વર્ષથી યોજાતી 'જય અંબે ગરબી મંડળ'નું અદકેરૂ આયોજન, દિકરીઓ મનભરી ગરબા રમ્યા

મોરબી,તા.૯: ગ્રીનચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરી પાસે હિરાભુવન નજીકની શેરીમાં આજથી ૬૧ વર્ષ પહેલા શંકરભાઇ દફતરી દ્વારા શુભારંભ પામેલ 'જય અંબે ગરબી મંડળ' આજથી તારીખે પણ સહીખમ છે.

દિકરીઓમાં ગરબે રમવા માટે તો લતાવાસીઓમાં માં ના ગુણગાન સાંભળવા તેમજ દિકરીઓને અવનવા રાસ રમતી નિહાવવાનું આકર્ષણ પણ વર્ષોવરસ વધતું રહ્યું છે. અહીં દિકરીઓને ડેઇલી ત્રણ ત્રણ લાણી આપી પ્રોત્સાહિત કરવામાં આવી અને નવ નવ દિવસના માતાજીનાગુણગાન ગાયા બાદ વર્ષોથી ચાલી આવતી પ્રણાલીકા મુજબ તમામ સભ્યોએ માતાજીને દંડવત કરવા સાથે નવલા બહેનોને ઘોડોખુંદી માતાજીની અર્ચના કરવા સાથે નવતા નોરતા સંપન્ન કર્યા હતા. અને તમામ સભ્યો સહિતનાઓએ એકબીજાને દશેરાની શુભકામનાઓ પાઠવવા સાથે છુટા પડયા હતા.

આ ગરબી મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી હરપાલસિંહ જાડેજા, કૌશિકભાઇ પટેલ, વિમલ શાહ, અમિતભાઇ જૈન, પ્રફુલભાઇ મહેતા, દિલીપભાઇ દોશી, ભરતભાઇ મહેતા, હર્ષદભાઇ પારેખ, નૈમિષ કોઠારી તેમજ પિયુષ સંધવી સહિતનાભાઇ  ભકતો તન-મન-ધનથી સેવાઓ આપવા સાથે સુંદર આયોજનની ખુબ સારી વ્યવસ્થા સંભાળે છે.

(12:57 pm IST)