Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વાંકાનેરમાં સેન યુવા સંગઠન દ્વારા વાણંદજ્ઞાતિ માટે મેડીકલ કેમ્પ યોજાયો

વાંકાનેર તા.૯ : વાંકાનેરમાં સેન યુવા સંગઠનના યુવાનો દ્વારા દર વર્ષ વાણંદ જ્ઞાતિના દર્દીઓ માટે ફ્રી મેડીકલ નિદાન કેમ્પ યોજાય છે. આ વર્ષે પણ વાણંદ જ્ઞાતિની વાડીમાં સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ સુધી યોજાયેલા આ નિદાન કેમ્પમાં ૨૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં જનરલ સારવારના એમ.ડી. ડો.દિલીપભાઇ ગોપાણી, કાન, નાક, ગળાના ડો. હિતેશભાઇ પટેલ, ડો. પ્રદિપભાઇ ભલગામડીયા, સ્કીનના ડો.કલ્પેશભાઇ રંગપરીયા, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.અર્જુનભાઇ પટેલ, લેબોરેટરી ટેક. રેશમાબેન કુરેશી સહિતના ડોકટરોએ સેવા આપેલ. કેમ્પમાં સ્થળ ઉપરથી જરૂરી દવાનુ પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

સેન યુવા સંગઠનના રવિભાઇ લખતરીયા, રમેશભાઇ પારેખ,  હર્ષદભાઇ બજાણીયા સહિતના યુવાનો જ્ઞાતિના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના અંતે તમામ ડોકટરોનું સેન યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવેલ.

(11:48 am IST)