Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વાંકાનેરની ઐતિહાસિક બહુચરાજી ગરબી મંડળની હિન્દુ મુસ્લિમ ૩૬૭ બાળાઓને લ્હાણી વિતરણ

વાંકાનેર : ઐતિહાસિક ગરબી જેમાં અઢી વર્ષથી ૧૦ વર્ષ સુધીની ૩૬૭ બાળાઓને બહુચરાજી ગરબી મંડળ દ્વારા નવમા નોરબે ગરબીની લ્હાણી કરાઇ હતી. આ ગરબીમાં હિન્દુ મુસ્લિમ તમામ બાળાઓને વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા તથા નાયબ કલેકટર વસાવાના હસ્તે લહાણી કરવામાં આવેલ. આ પ્રસંગે વાંકાનેરના પત્રકારો ગુજરાત માટીકામ બોર્ડના ડાયરેકટર સુરેશભાઇ પ્રજાપતિ એડવોકેટ રાજુભાઇ રાજગોર, શારદા સ્કુલના સંયોજક પરેશભાઇ મઢવી, અમીતભાઇ મઢવી અને આ ગરબી મંડળના આયોજક જગદીશભાઇ જોશી સાથે તેની ટીમે નાની બાળાઓને પ્રોત્સાહીત કરેલ. જે વાંકાનેરની તમામ ગરબી એટલે બહુચરાજી ગરબી એટલે ગઢની રાંગની ગરબીએ વાંકાનેરમાં ઇતિહાસ સર્જયો છે. (તસ્વીર - અહેવાલ : મહમદ રાઠોડ, વાંકાનેર)

(11:47 am IST)