Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઉનાની ભૂતડા દાદાની ગરબીમાં આલ્બમ કવીન શ્રેયા દવેની ઉપસ્થિતિમાં રાસની રમઝટ

૩ તાલુકામાંથી માનવ મહેરામણ ઉમટયું: નગર સેવિકા સહિત મહાનુભાવો ઉપસ્થિત

ઉના તા. ૯: મહિલા સંચાલીત ભુતડા દાદા ગરબી મંડળમાં ૩ તાલુકામાંથી માનવ મહેરામણ ઉમટી પડયું હતું. આલ્બમ કવીન શ્રેયા દવેની ઉપસ્થિતિમાં રાસની રમઝટ બોલી હતી.

છેલ્લા રર વરસથી એ.સી. ગ્રુપનાં મહિલા આગેવાન દિપાબેન મહેકકુમાર બાંભણીયા ત્થા મનોજભાઇ બાંભણીયા, નગર સેવિકા મુકતાબેન બાંભણીયા ત્થા સભ્ય દ્વારા ભૂતડાદાદા ગરબી મંડળનું આયોજન થઇ રહ્યું છે. નવરાત્રીનાં અંતિમ દિવસે  ઉના-ગીર ગઢડા-જાફરાબાદ તાલુકા ત્થા દિવ-ઘોઘલાથી ગરબી જોવા હજારો ભાઇઓ-બહેનો ઉમટી પડયા છે. આટલું માનવી હોવા છતાં સી.સી.ટી.વી. ત્થા મનોજભાઇની સીધી દેખરેખ હેઠળ સ્વયંસેવકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. નાની મોટી બાળાઓ-બહેનો ભાઇઓ-ભયમુકત રીતે ગરબીમાં રાસ લઇ આનંદ માણી રહ્યા છે. છેલ્લા ૩ દિવસમાં સેલીબ્રીટીને પણ બોલાવતા આલ્બમ કવીન શ્રેયા દવે પણ હાજરી આપી તેમનાં લોકપ્રિય ગીતો ઉપર ગરબા બહેનો સાથે રમી જોવા આવેલ દર્શકોના મન જીતી લીધા હતાં.

(11:46 am IST)