Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જૈનાબાદમાં મુસ્લીમ સમાહ સમુહલગ્ન

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જૈનાબાદમાં સુન્ની મુસ્લીમ સમાજના સમુહલગ્ન યોજવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લીમ એકતા સમીતી દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલ હતુ. ચોથા સમુહલગ્ન પાટડી દસાડીના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, ધારાસભ્ય પ્રતિકભાઇ મકવાણા, ધારાસભ્ય સોમાભાઇ પટેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ સમુહલગ્ન સમારંભને સુન્ની મુસ્લીમ એકતા કમિટી દ્વારા સફળ બનાવવામાં આવ્યા હતા. સમુહ લગ્નની તસ્વીર. (તસ્વીર - અહેવાલ : ફારૂક ચૌહાણ, વઢવાણ)

(11:46 am IST)