Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ભાલકા તીર્થમાં કાલથી ત્રિ -દિવસીય ભાલકેશ્વર મહોત્સવ

ગુજરાત આહીર સમાજ સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા પૂર્ણિમા સમિતિના સંયુકત ઉપક્રમે ભકિત ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ : શ્રીકૃષ્ણના નૂતન મંદિર ઉપર આહીર સમાજ દ્વારા પ્રથમ ધ્વજારોહણ અને સુર્વણ શિખરાર્વણીઃ ગુજરાતભરમાંથી આહીર સમુદાય પરંપરાગત પરીધાનમાં ઉમટશે

પ્રભાસ પાટણ,તા.૯:શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી ના સંયુકત ઉપક્રમે તા.૧૦ થી ૧૩ સુધી ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ નુંં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ના નૂતન દેવાલય પર સુવર્ણશિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, દ્યર્મઘ્વજ રથયાત્રા, નારાયણયાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહીત ના વિવિદ્ય કાર્યક્રમો યોજાશે.

ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમી એવી દ્વારીકા નગરી થી મર્મભૂમી એવા ભાલકાતીર્થ સુદ્યી ની આહીર સમાજ દ્વારા ભવ્ય ધર્મઘ્વજ રથયાત્રા યોજાશે. જે અંર્તગત તા.૧૦/૧૦/૨૦૧૯ને ગુરૂવાર ના સાંજે પાંચ કલાકે દ્વારકાદ્યીશ મંદીરને આહીર સમાજ દ્વારા ઘ્વજારોહણ કરાશે શ્રીદ્વારકાદ્યીશ મંદીરે થી ઘ્વજારોહણ કર્મ સંપન્ન કરી અને રાત્રી આહીર સમાજ ની વાડી ખાતે પ્રખર ભાગવતાર્ચાય ડો.મહાદેવપ્રસાદ મહેતાનું શ્રીકૃષ્ણની દ્યર્મસંસ્થાપનાના વિષય પર વિશેષ વકતવ્ય યોજાશે સાથે દાંડીયારાસને રમઝટ પણ બોલાવાશે.

ત્યાર બાદ તા.૧૧ને શુક્રવાર ના સવારે ૦૯:૦૦ કલાકે દ્વારીકા થી ભાલકાતીર્થ સુદ્યી શ્રી કૃષ્ણ ના દ્યર્મસંસ્થાપન રૂપ દ્યર્મઘ્વજ તથા શ્રીકૃષ્ણના મુખથી ગવાયેલી વિચારદ્યારા રૂપ શ્રીમદ ભાગવત ગીતા ને રથમાં પ્રસ્થાપીત કરાશે અને આ રથયાત્રા ને પ્રસ્થાન થશે જે ઉપલેટા અને જુનાગઢ સહીત ના ગ્રામો-નગરો માંથી પસાર થઇ તા.૧૨ ને શનિવાર ના રોજ વેરાવળ થઇ ભાલકાતીર્થ ખાતે પહોંચશે.આ રથયાત્રા માં ખાસ આહીર સમુદાયના લોકો તેમના પરંપરાગત પરીદ્યાન સાથે બહોળી સંખ્યામાં જોડાશે. જે અનેરા આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે.

તા.૧૩ને રવીવાર ના રોજ સવારે આઠ વાગ્યા થી નારાયણ યાગો નો શંભારંભ થશે તેમજ સવારે ૧૦ વાગ્યા થી ૧૫૧ સત્યનારાયણ કથા નો શુભારંભ થશે બપોરે ૧ૅં૪૫ વાગ્યે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નૂતન મંદીર નો ઘ્વજારોહણ તથા સુવર્ણ શિખરાર્પણ નું કાર્ય પૂર્ણ થશે સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૦૨ વાગ્યા સુદ્યી મહાપ્રસાદ બાદ દીવસભર દ્યાર્મીક કાર્યક્રમો બાદ રાત્રી ના ભવ્ય કસુંબલ લોકડાયરો અને સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં નામાંકીત કલાકારો ડાયરા ની રમઝટ બોલાવશે.

ભાલકાતીર્થ ખાતે પાંચ વર્ષ આગાઉ આહીર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન હાથ દ્યરવામાં આવેલ જેમાં રાજય ઉપરાંત દેશ ના જુદા જુદા પ્રાંતો માંથી આહીર સમાજ મહાસાગરરૂપે છલકાયો હતો અને ભજન, ભોજન, ભકતી ના ત્રીવેણી સંગમ સાથે ઇતીહાસ સર્જાયો હતો. ત્યારે ઠીક પાંચ વર્ષ બાદ ફરી ભાલકાતીર્થ ખાતે આહીર સમાજ દ્વારા ભૂતકાળ જીવંત કરાશે.

ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ માં અંદાજે એકાદ લાખ ની માનવ મેદની ઉમટી પડવાની દ્યારણા સાથે કાર્યક્રમ સ્થળે તમામ તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહયો છે જેમાં મહાપ્રસાદ થી લઇ પાર્કીંગ સુદ્યી ને તમામ નાના માં નાની બાબતો ને ઘ્યાને લેવામાં આવી છે આ ભવ્ય મહોત્સવ ને દીપાવવા આહીર સમુદાય ના સેંકડો સ્વયંસેવકો સતત જહેમત ઉઠાવી રહયા છે. ભાલકાતીર્થ ખાતે ત્રી-દીવસીય શ્રી ભાલકેશ્વર મહોત્સવમાં સર્વ સમાજના દ્યર્મપ્રમી - કૃષ્ણપ્રેમી ભકતોને શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી દ્વારા જાહરે આમંત્રણ  એક યાદીમાં પાઠવવામાં આવેલ છે.

ભાલકા તીર્થ નૂતન મંદિર શિખર પ્રતિષ્ઠા સાથે દ્વારકાથી સોમનાથ શોભાયાત્રા

પ્રભાસપાટણ તા ૯ : પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવ જયાં બિરાજે છે અને ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની પાવન હરિ હર ભૂમિ પ્રભાસ ક્ષેત્રમાં આ દિવ્ય ભાલકાતીર્થના નૂતન મંદિર પ્રાસાદનું શિખર પ્રતિષ્ઠા અને સ્થપનવિધી યોજાશે સાથે જ દ્વારકા થી સોમનાથ સુધીની શોભાયાત્રા યોજાશે.

ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારીકા થી પ્રભાસક્ષેત્ર તરફ પ્રયાણ કરેલ, શ્રી કૃષ્ણ ભાલકા ખાતે પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી  રહયા હતા, જયાં જરા નામક પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પદચિહ્રા ને મૃગ સમજી વિશભરેલું બાણ છોડેલ, શીકારી શીકારને જયારે શોધતા ત્યાં પહોંચે છે,  ત્યારે શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્માને તીર લાગેલું જોઇ ખુબ દુખી થાય છે. પશ્ચ્યાતાપ માટે તે ભગવાન શ્રી કૃષ્ણની માફી માંગે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને  કર્મના સિદ્ધાંતની આ લીલાથી અવગત કરે છે. આ પવિત્ર સ્થાન આજે પણ  પ્રભાસયાત્રાએ આવતા યાત્રીકોને ભગવાનની આ  પાવનલીલાનું સ્મરણ કરાવે છે.

ભાલકા ખાતે વિશાળ મંદિરનું પૂનઃનિર્માણ ગુજરાત પ્રવાસન વિભાગ અને  પ્રવાસન નિગમના સહયોગથી કરવામાં આવેલ છે. શ્રી કૃષ્ણની યાદી આપતું ૫૦૦૦ વર્ષ પોૈરાણીક પીપળાનું વૃક્ષ આજે પણ અખંડ રાખી આ મંદિરનુ નિર્માણ કરવામાં આવેલ છે.

તા. ૧૩ ને રવિવારે પુનઃ નિર્મિત ભાલકા મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા સ્નપનવિધી નારાયણ યજ્ઞ, ભાલકા તીર્થમાં સોૈ પ્રથમ વખત ૧૫૧ સત્યનારાયણની કથા, ધ્વજારોપણ તેમજ દરેક ભાવિકો માટે મહાપ્રસાદનું  પણ  આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત આહિર સમાજ અને ભાલકા પૂર્ણિમા સમિતી દ્વારા દ્વારકાથી સોમનાથ શ્રી ભાલકા તીર્થના નૂતનમંદિરની રીપ્લીકાના રથ, ધ્વજાજી તેમજ સુવર્ણકળશ સાથે વિશાળ શોભાયાત્રાનું  આયોજન  કરવામાં આવેલ છે. આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહી આ ઐતિહાસીક પ્રસંગના પ્રસંગસાક્ષી થવા દરેક હિન્દુ સમાજો, ધાર્મિક સંસ્થાઓ, જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત આહિરસમાજ અને ભાલકા પૂર્ણિમા સમિતીની યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)