Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

થાનગઢમાં 'તુ કાલે શું બોલતો તો કહી મેહુલ છાસીયા પર પાઇપ, ધોકાથી હુમલો

આશીષ, ભરત, તુષાર, ધર્મેશ, વીરૂ અને ધર્મેશ ધોકા પાઇપથી તુટી પડયા

રાજકોટ,તા.૯: સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા વણાકર યુવાનને ' તુ કાલે શું બોલતો હતો ' કહી છ શખ્સોએ ધોકા, પાઇપથી હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ થાનગઢમાં વીટકો પોટરી પાસે રહેતા મેહુલ હરેશભાઇ છાસીયા (ઉવ. ૨૪) રાત્રે આનંદ ચોકમાં પાનની દુકાને ફાંકી ખાવા માટે ગયો હતો. ત્યારે આશીષ હીતેષભાઇ ચાવડા, ભુપત રામજીભાઇ ચાવડા, તુષાર અરવીંદભાઇ ચાવડા, તુષાર અરવીંદભાઇ ચાવડા, ધર્મેશ ભરતભાઇ માલકીયા, વિરૂ અને ધર્મેશ કનુભાઇ પારધી સહિતના શખ્સો તેની પાસે આવી આશીષ ચાવડાએ ' તુ કાલે રાત્રે શું બોલતો તો ' તેમ કહી ઝઘડો કરી ધોકા તથા પાઇપ વડે મારમારી બંને હાથે પગમાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા છ શખ્સો નાશી ગયા હતા બાદ મેહુલ છાસીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્ટિપલમાં ખસેડાયો હતો. આ અંગે હોસ્ટિપલ પાલીસચોકીના ઇન્ચાર્જે પ્રાથમીક કાગળો કરી થાનગઢ મોકલતા થાનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)