Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ભાવનગર-સિદસર રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શકુનીઓ ઝડપાયા

ભાવનગર એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા ચિંતનભાઈ મકવાણાને મળે બાતમીના આધારે કે સીદરસર રોડ ચંદ્ર પ્રકાશ રેસીડન્સી શેરી નં- ના નાકા પાસે જાહેર માં ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા  અકબરભાઇ અમીનભાઇ કેશવાણી ઉવ-૪૦ , પ્રિયાંશુભાઇ બાબુભાઇ ઝલા (ઉવ.૩૮)મનીષભાઇ નારણભાઇ બારૈયા (ઉવ. ૩૫), મિતેષભાઇ ભરતભાઇ પોપટાણી( ઉવ. ૨૨) શિવભદ્રસિંહ ભરતસિંહ ઝાલા)ઉવ. ૨૯) વિશાલભાઇ હરેશભાઇ દિહોરા (ઉવ. ૩૪ )ભરતનગર સામે ભાગ્યોદય સોસાયટી પ્લોટ નં- ૨૬ ભાવનગર વાળા ગંજીપાનાના પાના તથા રોકડ ૨૦,૬૬૦ સાથે મળી આવતા તમામ ઇસમો સામે જુગાર ધારા -૧૨ મુજબ ની ફરીયાદ કરી ભરતનગર પો.સ્ટેમાં ગુન્હો રજી. કરાવેલ છે.

(12:46 am IST)