Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

બોટાદના વાસણના ધંધાર્થી વિરૂધ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ તા. ૧૩: અત્રે આરતી વાસણ ભંડારના પ્રોપરાઇટર, વિશાલ ચંન્દ્રકાન્તભાઇ, ઠે. આરતી વાસણ ભંડાર, કંસારા શેરી મેડી ઉપર, લીમડા ચોક, બોટાદ જી.-ભાવનગરવાળા સામે રાજકોટની કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરિયાદી દિલીપભાઇ તુલશીભાઇ ગઢીયા તે શ્રી ગેલેકસી સ્ટવ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટના પ્રોપરાઇટર દરજજે રહે. ગોવિંદબાગ મેઇન રોડ, બ્રાહ્મણીયાપરા, રાધિકા પ્રીન્ટ સામે, યોર ડાઇનીંગ હોલ, રાજકોટવાળાએ દાખલ કરેલ હોય ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી સામે સમન્સ ઇશ્યુ કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ફરીયાદી દિલીપભાઇ તુલશીભાઇ ગઢીયા તે શ્રી ગેલેકસી સ્ટવ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટના પ્રોપરાઇટર દરજજે રહે. ગોવિંદબાગ મેઇન રોડ, બ્રાહ્મણીયાપરા, રાધિકા પ્રીન્ટ સામે, યોર ડાઇનીંગ હોલ, રાજકોટ મુકામે રહે છે અને સ્ટવ બનાવવાનું કામકાજ કરે છે. તમારે સ્ટવની જરૂરીયાત પડતા તમોએ ફરીયાદી પાસેથી સ્ટવની ખરીદી કરેલ અને અમો ફરીયાદીએ ઇનવોઇસ નં. ૧૧૯, તા. રર/૧૧/ર૦૧૭થી તમોને બીલ મુજબનો માલ મોકલેલ અને જે માલ તમોને મળી ગયેલ છે. મોકલેલ માલની કુલ ગ્રાન્ડ ટોટલ રકમ રૂ. પ૬,પ૬૦/- અંકે રૂપિયા છપ્પન હજાર પાંચસો સાઇઠ પુરા થાય છે જે રકમ પૈકી તમોએ રોકડા આપવાના બદલે પાર્ટ પેમેન્ટનો એકાઉન્ટ પેઇના બોટાદ મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લી. હેડ ઓફીસ શાખાનો ચેક રકમ રૂ. ર૬પ૬૦-૦૦ નો આપેલ હતો.

સદરહું ચેક બેન્કમાં રજુ કરતા તેના નાણા તમોને તુરત અદા થઇ જશે. તમોએ આપેલ વચન અને વિશ્વાસ પર ભરોસો રાખી ફરીયાદીએ અમારી બેંક, એચ.ડી.એફ.સી. બેન્ક, ભકિતનગર સર્કલ રાજકોટ શાખામાં રજુ કરતા સદરહું ચેક ''ફંડ ઇનસફીસીયન્ટ''ના શેરા સાથે રીર્ટન થયેલ જેની જેથી ફરીયાદીએ કાયદાની જોગવાઇ મુજબની ડીમાન્ડ નોટીસ પણ મોકલાવેલ જે નોટીસ તમોને મળી ગયેલ હોવા છતાં તેમને રકમ ચુકવી નહીં કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી ફરીયાદી વિશાલ કરમણભાઇ સંખાવરાએ રાજકોટની કોર્ટમાં ચેક રીર્ટન અંગેની ફરીયાદ કોર્ટમાં કરેલ છે.

આ ફરીયાદના અનુસંધાને અદાલતે દિલીપભાઇ તુલશીભાઇ ગઢીયાની ફરીયાદ રજીસ્ટરે લઇ તહોમતદાર આરતી વાસણ ભંડારના પ્રોપરાઇટર વિશાલ ચંન્દ્રકાન્તભાઇ સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી. કોઠીયા, નમીતા આર. કોઠીયા, નિશાંત ગોસ્વામી, શૈલેષ મુંગલપરા તથા ભાવિક મેતા રોકાયેલા હતા.

(3:54 pm IST)
  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • પાલઘરમાં ધરતીકંપઃ મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આજે વ્હેલી સવારે ૩.૨ નો હળવો ભૂકંપનો ઝાટકો આવ્યો છે access_time 11:25 am IST

  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST