Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કચ્છમાં તળાવ વધાવતી વેળાએ શ્રીફળ લેવા પડેલા તરવૈયા યુવાનનું મોત

(ભુજ) ભારે વરસાદને પગલે નદી, તળાવમાં ભરાયેલા પાણીના કારણે ડૂબી જવાના બનાવોએ કચ્છમાં ચિંતા જગાવી છે. હજી ગઈકાલે અબડાસા તાલુકામાં નિપજેલા બે મોત પછી આજે વધુ એક આવો દુઃખદ બનાવ લખપતમાં બન્યો હતો. 

લખપત તાલુકાના  દોલતપર ગામે  તળાવ વધાવતી વખતે શ્રીફળ લેવા માટે તળાવ માં પડેલ એક યુવક નું ડૂબી જવાથી અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. હતભાગી મૃતકનું નામ સાલેમામદ અકબર સુમરા( ઉ ૨૪) હોવાનું જાણવા મળ્યું છે. 

 અકસ્માત ના આ મોતના બનાવે નાના એવા દોલતપર ગામમાં શોકનો માહોલ સર્જી દીધો હતો.

(1:17 pm IST)
  • સિક્કીમ ડેમોક્રેટિક ફ્રંટના ૧૦ વિધાયક બીજેપીમાં સામેલ : સિક્કીમનો મુખ્ય પક્ષ એસડીએફના ૧૦ વિધાયક આજે નવી દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયાઃ પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સહિત ૪ અન્ય વિધાયકોને છોડીને બાકી રહેલા વિધાયકો બીજેપીમાં સામેલ થયાઃ સિક્કીમમાં હજુ સુધી ખાતુ નહિ ખોલી શકેલી બીજેપીના પાલામાં ૧૦ વિધાયકો થઈ ગયા access_time 4:07 pm IST

  • મહિલાઓ મેકઅપ પાછળ ૮૬ લાખ વાપરી નાંખે છે : ૫૭% તો બહારજ નથી નિકળતી :દર વર્ષમાં એક પુખ્ત વયની મહિલા ૨૦૦૦ પાઉંડ તેમજ સપ્તાહમાં ૪૦ પાઉન્ડનો ખર્ચ કરે છે access_time 3:30 pm IST

  • HDFC બેન્કના MDની બેઝિક સેલરી રૂ. ૮૯ લાખ : એકિસસ બેન્કના સીઇઓ રૂ. ૩૦ લાખની મંથલી બેઝિક સેલરી સાથે બીજા સ્થાને access_time 4:07 pm IST