Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સુરેન્દ્રનગર સી.યુ. શાહ કોલેજમાં લાંચ માંગનાર કલાર્ક ભૂગર્ભમાં: ઘરે દરોડા

વઢવાણ, તા. ૧૩ : સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડીકલ કોલેજના કલાર્ક દ્વારા એટીકેટી સોલ્વ  કરાવવા માટે રૂ. ર.પ લાખની માંગણીની ઘટનામાં એ.સી.બી. રહી રહીને બનાવને ૧૪ માસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે લાંચીયા સી.યુ. શાહ મેડીકલ કોલેજના કલાર્કના નિવાસ સ્થાન ખાતે એ.સી.બી.ના દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આ લાંચિયા કલાર્ક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારબાદ ગુનાની કાર્યવાહી થયા બાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને કલાર્કના નિવાસ સ્થાન ખાતે દરોડો અચાનક જ પાડવામાં આવતા કલાર્ક હાજર મળી આવ્યો ન હતો.

ત્યાર નિમેષ મકવાણાના ઘરે હાજર રહેલા વ્યકિતઓ દ્વારા આ કલાર્ક નિમેષ મકવાણા ઇન્ટરવ્યુ આપવા માટે દિલ્હી ગયો હોવાનું જાણવા મળેલ. ત્યારે હાલ નિમેષ મકવાણા ભૂગર્ભમાં ઉતરી ગયો છે કે ઉતારી દેવામાં આવ્યો જેની ચર્ચા શહેરમાં ચાલી રહી છે.

(1:14 pm IST)
  • કૃષ્ણ -અર્જુન વાળા રજનીકાંતના નિવેદનથી તામિલનાડુ કોંગ્રેસને આંચકો ;કહ્યું ફરીથી વાંચે મહાભારત : તામિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કે,એસ,અલ્લગીરીએ કહ્યું કે રજનીકાંતની આવી પ્રતિક્રિયાથી આશા નહોતી આ પ્રકારના નિવેદનથી હેરાન થયા છું ;સાઉથના સુપર સ્ટાર અને રાજનીતિમાં પ્રવેશેલા રજનીકાંતે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવતા પીએમ મોદીને કૃષ્ણ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની તુલના અર્જુન સાથે કરી હતી access_time 12:56 am IST

  • મહિલાઓ મેકઅપ પાછળ ૮૬ લાખ વાપરી નાંખે છે : ૫૭% તો બહારજ નથી નિકળતી :દર વર્ષમાં એક પુખ્ત વયની મહિલા ૨૦૦૦ પાઉંડ તેમજ સપ્તાહમાં ૪૦ પાઉન્ડનો ખર્ચ કરે છે access_time 3:30 pm IST

  • HDFC બેન્કના MDની બેઝિક સેલરી રૂ. ૮૯ લાખ : એકિસસ બેન્કના સીઇઓ રૂ. ૩૦ લાખની મંથલી બેઝિક સેલરી સાથે બીજા સ્થાને access_time 4:07 pm IST