Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમરેલી ઇન્દીરા શાકમાર્કેટ પાછળ ગંદકીનું સામ્રાજય

અમરેલી શહેરની મધ્યમાં આવેલ ઇન્દિરા શાકમાર્કેટ કે જયાં દરરોજના હજારો શહેરીજનો તેમજ વેપારીઓ આ વિસ્તારમાં શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ની ખરીદી અર્થે આવતા હોય છે ત્યારે આ શાકમાર્કેટની પાછળના વિસ્તારમાં ઊંડા ખાડાઓ તેમજ કાદવ કીચડ નું સામ્રાજય છવાયું છે. આ વિસ્તાર માં થી પસાર થતા શહેરીજનો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે આ વિસ્તાર ના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલી પાલિકા તંત્રની દ્યોરબેદરકારીના કારણે શહેરની મધ્યમાં આવેલ ઇન્દિરા માર્કેટના પ્રવેશદ્વારમાં જ ઉકરડો તેમજ કાદવ કીચડ નું સામ્રાજય છવાયું છે ત્યારે ઉકરડામાંથી આવતી અસહ્ય દુર્ગંધ ના કારણે અહીંથી પસાર થતા શહેરીજનો એ નાક બંધ રાખી ને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે વેપારીઓ  પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

(1:12 pm IST)