Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પડધરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરગ્રસ્ત લોકોને તાત્કાલીક સહાય આપવા લલીતભાઇ કગથરાની માંગણી

પડધરી, તા. ૧૩ : પડધરી અને આસપાસના તાલુકાના સર્વત્ર ગામોમાં સાંબેલાધારે પડેલ વરસાદથી નદી, વોંકળાના પાણી ગામમાં ધસી આવેલ જેથી નીચાણ વાળા વિસ્તારોમાં પડધરીના આંબેડકર નગરમાં બેથી પાંચ ફૂટ પાણી રહેઠાણ વિસ્તારમાં આવી જતા આશરે ૪પ૦ લોકોનું સ્થળાંતર કર્યું હતું. આંબેડકરનગરમાં વસવાટ કરી રહેલ પરિવારોના ઘરમાં જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પલળી જતા હાલ કફોડી સ્થતિમાં મુકાયેલ છે. પડધરી-ટંકારા વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ કગથરાએ સ્થાનિક લોકોની તકલીફ બાબતે મામલદારની પડધરી અને ઉચ્ચ અધિકારીઓને પુરપ્રભાવિત પરિવારોને તાત્કાલીક સહાય આપવા જણાવેલ. તેઓની સાથે ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને સામાજીક કાર્યકર કાનજીભાઇ ચાવડા રહેલ અને સાવચેતીના પગલારૂપે વોકળા સાફ કરાવવા અને પુરસરક્ષણ દિવાલ બનાવવા જણાવ્યું હતું.

પડધરી અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન અને વરસાદ પડતા અનેક ઝાડ પડી ગયેલ અને વિજ પુરવઠો ખોરવાઇ ગયેલ. પુનઃ કાર્યરત કરવા માટે પડધરી પીજીવીસીએલના અધિકારી મહેશ, સોજીત્રા, ધડુક, ગજેરા તેમજ કર્મચારી નરેન્દ્રભાઇ કપાસી, ઉમંગભાઇ તડવી, વી.એસ. નીનામા, એમ.એસ. રાઠોડ તેમજ રાજુભાઇ તડવી સહિતના કર્મચારીએ યુદ્ધના ધોરણે કામગીરી કરી ફરીથી સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવેલ તેમ પડધરી મામલતદાર ભાવનાબેન વિરોજાએ પણ કચેરી પર ઉપસ્થિત રહી લોકોને મદદરૂપ થયેલ છે તે સરાહનીય છે.

(1:09 pm IST)
  • રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો પ્રારંભઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને તડાપીટ: ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નથી ચર્ચા શરૂ: મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય access_time 11:21 am IST

  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST

  • સિક્કીમ ડેમોક્રેટિક ફ્રંટના ૧૦ વિધાયક બીજેપીમાં સામેલ : સિક્કીમનો મુખ્ય પક્ષ એસડીએફના ૧૦ વિધાયક આજે નવી દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયાઃ પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સહિત ૪ અન્ય વિધાયકોને છોડીને બાકી રહેલા વિધાયકો બીજેપીમાં સામેલ થયાઃ સિક્કીમમાં હજુ સુધી ખાતુ નહિ ખોલી શકેલી બીજેપીના પાલામાં ૧૦ વિધાયકો થઈ ગયા access_time 4:07 pm IST