Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મોરબીમાં જુગારના ૪ દરોડા : ૧૭ પકડાયા

મોરબી, તા. ૧૩ : મોરબીમાં જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ અલગ ચાર દરોડામાં ૧૭ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટના ફલેટ નં. ૬૦૧માં પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા ફલેટ માલિક હસમુખ શાંતિલાલ દેશાઇ -પટેલ (ઉ.૩પ), ભરતભાઇ નાગજીભાઇ કલોલા-પટેલ (ઉ.પ૧) રહે. કન્યા છાત્રાલય પાસે, મોરબી, દિનેશભાઇ ભવાનભાઇ કાનાણી પટેલ (ઉ.૩૪) રહે. કંડલા બાયપાસ મોરબી, રજની વલ્લભભાઇ ચંદ્રાલા-પટેલ (ઉ.૩૭) રહે. શનાળા બાયપાસ, મોરબી, કૈલાશભાઇ કરશનભાઇ ચંદ્રાલા-પટેલ (ઉ.૩૯) રહે. ઉમિયા સો. ધુનડા રોડ, દિનેશભાઇ રાઘવજીભાઇ આદ્રોજા-પટેલ (ઉ.૪૭) રહે. ચંદ્રેશનગર, મોરબી, અમૃત પટેલ (ઉ.૪૯) રહે. રવાપર રોડ, મોરબી સહિત કુલ સાતને પોલીસે રૂ. ૧.૩ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ રવાપર ધુનડા રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટના ફલેટ નં. ૬૦૧માં રહેતા હસમુખ શાંતિભાઇ દેશાઇ-પટેલ નાલ ઉઘરાવી બહારથી જુગાર રમવાવાળાને બોલાવી જુગાર રમાડતો હતો.

બીજા દરોડામાં રવાપર ગામમાં આવેલ ગૌતમ હોલ પાસે જાહેરમાં જુગાર રમતા નરેન્દ્ર ઉર્ફે નરેશ ધનજી ફુલાણી-પટેલ, ધર્મેન્દ્ર પ્રવિણભાઇ ફુલતરીયા તેમજ અરજણભાઇ કાનજીભાઇ કાસુન્દ્રાને પોલીસે રૂ. ર૦,૧૩૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડામાં એ-ડીવીઝન પોલીસે ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વજેપરના ઝાપા પાસેથી જાહેરમાં જુગાર રમતા સમીરભાઇ ખમીશાભાઇ કાતીયાર, સંજયભાઇ જગદીશભાઇ પીપળીયા, સુરેશભાઇ મેરૂભાઇ પાટડીયા, મનસુખભાઇ સમીરભાઇ મકવાણાને રૂપિયા ૬૭૭૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં બી-ડીવીઝન પોલીસે ભીમસર ચોક પાસે પતા ટીચતા વિજયભાઇ માધુભાઇ વરાણીયા, દિનેશભાઇ બાબુભાઇ નગવાડીયા, કમુબેન કલાભાઇ વરાણીયાને પતા રમતા રૂપિયા ૧પપ૦ની રોકડ સાથે ઝડપ્યા હતા.

(1:09 pm IST)