Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

લીંબડીમાં આવતા મહિને સમસ્ત મોઢ વણિક સમાજનો પસંદગી મેળો

૧૫ ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી દેવા

રાજકોટ,તા.૧૩: શ્રી દશા અડાલજા ગોભવા મોઢ વણિક જ્ઞાતિ- લીંબડી સંચાલિત શ્રી સમસ્ત મોઢ વણિક સમાજ- લીંબડી આયોજિત પ્રથમ જીવનસાથી પરિચય મેળો તા.૨૨ સપ્ટેમ્બરના રવિવારનાં સવારે  ૯ કલાકે, ફતેસિંહ જીન કમ્પાઉન્ડ, જુના પેટ્રોલ પમ્પ સામે, લીંબડી ખાતે રાખેલ છે. તા.૧૫ ઓગષ્ટ સુધી ફોર્મ સ્વીકારાશે.

તા.૨૨/૯ રવિવારે ૧૦ થી  સુધી કાર્યક્રમ ચાલશે. ઉમેદવાર યુવતીની ફી નિઃશુલ્ક રહેશે અને યુવકનાં રૂ.૩૦૦ સાથે આવનાર વાલીનાં રૂ.૨૦૦ લેખે ફી ભરવાની રહેશે. કાર્યક્રમ એલ.ઈ.ડી.સ્ક્રીન પર તથા યુ- ટયુબની લીંક પર બતાવવામાં આવશે. યુવક- યુવતીની કુંડળીનું મેળાપક સ્થળ ઉપર કોમ્પ્યુટર દ્વારા તથા જયોતિષ દ્વારા કરી આપવામાં આવશે. ફોર્મ ભરવા માટે- રાજકોટ શ્રી અશ્વિનભાઈ પટેલ, ગીતા એન્જી.કોર્પો, ગરેડીયા કુવા રોડ, મો.૯૮૨૫૧ ૯૫૯૫૫, શૈલેષભાઈ ધ્રાફાણી- મો.૯૮૨૫૧ ૩૮૯૦૯, કિશોરભાઈ ગાંગડીયા- મો.૯૯૨૪૧ ૩૪૬૪૬, શૈલેષભાઈ આર.શાહ- મો.૯૮૯૮૩ ૮૮૦૨૬, સાધનાબેન દોશી- મો.૯૩૨૭૭ ૪૧૯૯૨નો સંપર્ક કરવો.

કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રો.ચેરમેન હસુભાઈ કલ્યાણી, પ્રો.પ્રમુખ દિપકભાઈ કલ્યાણી, પ્રો.ઉપપ્રમુખ ચીરાગભાઈ મહેતા, પ્રો.ટ્રેઝરર ભરતભાઈ ગાંધી, પ્રો.સેક્રેટરી હર્ષદભાઈ મહેતા, મુકેશભાઈ કલ્યાણી, હિરેનભાઈ મહેતા, સુરેન્દ્રનગર મોઢ વણિક જ્ઞાતિ પ્રમુખ રશ્મિનભાઈ મહેતા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ પારેખ, દિપકભાઈ શાહ (સી.એ.) સેવા આપી રહ્યાં છે. વિશેષ માહિતી માટે રાજકોટ અશ્વિનભાઈ પટેલ- મો.૯૮૨૫૧ ૯૫૯૫૫ અગર લીંબડી પ્રમુખ દિપકભાઈ કલ્યાણી- મો.૯૮૨૫૭ ૬૫૩૮૦, પ્રો.ચેરમેન હસુભાઈ કલ્યાણી- મો.૯૩૭૫૫ ૩૫૮૮૮ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:51 am IST)