Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કચ્છનો રેલ વ્યવહાર ત્રીજા દિવસે ઠપ્પઃ ૧૦ ટ્રેનો રદઃ મુસાફરોને હાલાકી

મુંબઇ ઉપરા઼ત પાલનપુર, બેંગ્લોર, જોધપુર, તિરૃનલવીલી, ઇન્દોરની ટ્રેનો કેન્સલઃ

ભુજઃ  કચ્છ સહિત સમગ્ર રાજયમાં ભારે વરસાદની અસરો કચ્છમાં જોવાઇ છે. રેલવે ટ્રેકોને થયેલા નુકશાનીના પગલે સતત ત્રીજા દિવસે કચ્છનો રેલ વ્યવહાર ઠપ્પ રહેતા ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ અંગેની વિગતો મુજબ ભારે વરસાદઅને ત્યાર બાદ થયેલા રેલવે ટ્રેકોના ધોવાણને પગલેે ન માત્ર કચ્છની મુંબઇ પરંતુ અન્ય વિસ્તારોની ટ્રેનો પણ આજે રદ કરવામાં આવી છે.  રેલવેની સતાવાર યાદી મુજબ આજે ગાંધીધામ- બેંગ્લોર (૧૬પ૦પ), ભુજ-પાલનપુર(૧૯૧પર), પાલનપુર-ભુજ(૧૯૧પ૧), ગાંધીધામ - તિરૃનલવીલી(૧૯૪ર૪), ભુજ- બાન્દ્રા એસી સુપરફાસ્ટ(રર૯૦૪૧), ગાંધીધામ-ઇન્દોર(૧૯૩૩પ), ભુજ-દાદર (૧ર૯૬૦), કચ્છ એકસપ્રેસ (રર૯પ૬), ગાંધીધામ-જોધપુર (રર૪૮૪૧), સયાજીનગરી (૧૯૧૧૬) ટ્રેનને રદ કરવામાં આવી જયારે શાલીમાર ભુજ (રર૮૩૦) ટ્રેનને ટુંકાવવામાં આવ હતી. કચ્છનો ઠપ્પ થયેલો રેલ વ્યવહાર કયારે પુર્વવત થશે તે અંગે એઆરએમ સહિતના રેલવે તંત્રના જવાબદારેાનો સંપર્ક શાધવાની કોશિષ કરાઇ ત્યારે તમામના ફોન નો-રીપ્લાઇ થતા વિગતો જાણી શકાયેલી ન હતી.

(11:19 pm IST)