Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જીએસટીના રાજ્યવ્યાપી બોગસબીલ કૌભાંડમાં ધરપકડનો દૌરઃ મોરબી સુધી રેલો આવે તેવી સંભાવના

જામનગર સ્થિત કંપનીનું એક યુનિટ વાંકાનેરમાં હોવાનું ખુલતા મોરબીમાં પણ વ્યાપક દરોડા પડવાની શકયતા

મોરબી તા.૧૧: જામનગરમાં રોસાટા કોર્પોરેટ તેમજ તેની સહયોગી અન્ય પેઢીઓના નામે રૂ.૨૭૨.૭૪ કરોડના બોગસ બિલ બનાવી કરોડો રૂ.ની ઇન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ લેવાના ગુનામાં કેન્દ્રીય જીએસટી વિભાગની પોલીસ ફરિયાદ બાદ જામનગરની પાર્ક કોલોનીમાં રહેતા સંદીપ છનીયારાની ધરપકડ થયા બાદ ચોટીલા હાઇ-વે ઉપર આદીત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રાઇવેટ લીમીટેડ નામના સ્ટીલના સળિયા બનાવતી ફેકટરીના ધંધાર્થી એવા મનોજકુમાર અજીતકુમાર જૈન અને વિપુલ મનોજકુમાર જૈન નામના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં હજુ મોરબીના સિરામીકના ધંધાર્થીઓના મોટા માથાના બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

રાજકોટ સ્થિત કેન્દ્રીય જીએસટી અને સેન્ટ્રલ એકસાઇઝના અધિકારીઓની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જામનગરના જુદા જુદા વિસ્તારોમાં રીક્ષા ડ્રાઇવરો, મજેરોના નામે ખોટી કંપનીઓ ઉભી કરીને બોગસ બિલનું જે મોટુ કારસ્તાન ચાલતુ હતું તેના ઉપર વોચ રખવામાં આવ્યા બાદ જુદી જુદી નવ કંપનીઓના નામે રૂ.ર૭ર.૭૪ કરોડના બોગસ બિલ બનાવનાર સંદીપ છનીયારા (રોલાટા કોર્પોરેટ, જાનગર)ની ધરપકડ કરવામાં આવી હતી જેણે રૂ. ૪૯.ર૬ કરોડની ઇન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ લીધો હોવાનું જાહેર થયું હતું.

દરમિયાન સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટીવ વિંગના અધિકારી સુત્રોએ આ પ્રકરણમં વધુ વિગતો આપીને જણાવ્યું હતું કે, જેમ સંદીપ છનીયારા બોગસ બિલ બનાવતો હતો તે બોગસ બિલનો લાભ લેનારામાં અમદાવાદના જૈન પિતા-પૂત્રની પણ આજે ધરપકડ કરવામાં આવી છ.ે

ચોટલીા હાઇ-વે ઉપર આદીત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા.લીમીટેડ નામના સ્ટીલના ધંધાર્થી એવા મનોજકુમાર  જૈન અને તેના પુત્ર વિપુલે રૂ.૧૪ કરોડ પપ લાખના બોગસ બિલોનો લાભ લીધો હતો જેના કારણે તેઓએ ર કરોડ ૬૧ લાખની ઇન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ મેળવ્યો હતો જેની કબુલાતના આધારે આ પિતા પુત્રે રૂ.૩૦ લાખ જેવી રકમ સરકારમાં જમા કરાવી હતી.

પ્રિવેન્શન વીંગના અધિકારી એડીશ્નલ કમિશ્નર આર.કે.ચંદન અને અંજનીકુમાર સહિતના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાંં આવેલી વિગતોમાં જણાવ્યું હતું કે બોગસ બિલીંગ કાંડનો સુત્રધાર સંદીપ છનીયારા એમ.બી.એ.સુધી ભણલો છ.ે પરંતુ તેણે જામનગર રામેશ્વર નગર રણછોડરાય મંદિર અને ગાજરફળીના સરનામે જુદી જુદી નવ ખાનગી કંપનીઓ કાગળ ઉપર ઉભી કરી બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા જેમાં રીક્ષા ડ્રાઇવર, મજુરો અને સામાન્ય વર્ગના નાના કામદારોના આધાર કાર્ડ, રેશનકાર્ડ વિગેરે લઇને કરોડો રૂ.ના બોગસ બિલનો કારોબાર ચલાવવામાં આવ્યો હતો.

આ ધંધો માત્ર મોરબીના સિરામીકના ઇન્ડસ્ટ્રીઝના કેટલાક ધંધાર્થીઓના બેનંબરના વહીવટ સાચવવા માટે જ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. તેથી આ પ્રકરણમાંં હવે મોરબીના સિરામીકના કારખાનેદારો દ્વારા બોગસ બિલોનો લાભ લઇને ઇન્પુટ ટેકસ ક્રેડીટનો જે લાભ લેવામાં આવ્યો છે તેવા સરકારી તંત્રની આંખેપાટા બાંધનારા ધંધાર્થીઓના નામે જાહેર કરાશે.

આ પ્રકરણમાં સંદીપ મગનલાલ છનીયારાને તા. ૮ નાં ધરપકડ થય બાદ અદાલતે તેને તા. રર જૂલાઇ સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો.

ત્યારબાદ આજે સીજીએસટી ઓથોરીટી દ્વારા વાંકાનેર તાલુકાની રેવન્યુ હદમાં સમાવિષ્ટ એવા આદીત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા. લી.ના મેનેજીંગ ડાયરેકટર અને ડાયરેકટર પિતા-પુત્રની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાતા તેઓએ રૂ. ૩૦ લાખ જેવી રકમ ભરી દેતા તેઓને જામીન ઉપર છોડવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોગસ બિલના દેશના સૌથી મોટા આર્થિક કૌભાંડની તપાસમાં હજુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં મોરબી, વાંકાનેરનું કનેકશન ખુલતા આવનાર દિવસોમાં સીરામીક યુનિટો સહિત સંલગ્ન ઉદ્યોગગૃહો પર જીએસટી વિભાગ ધોંસ બોલાવશે એવા ખ્યાલથી મોરબીના કબુતરબાજી કરી રહેલા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે અને નજીકના ભુતકાળમાં કરેલા બિલ કૌભાંડને જીએસટી વિભાગની નજરથી બચાવવા માટેના હવાતીયા મારવાના શરૂ કરી દીધા હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.

(3:50 pm IST)