Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પાટડીમાં ૧.૧૮ લાખની ચોરી : પટેલ પરિવાર રાત્રે ધાબા ઉપર સુતો રહ્યો અને ઘરમાંથી તસ્કરો રોકડ - દાગીના ઉપાડી ગયા

સુરેન્દ્રનગર તા. ૧૧ :પાટડીમાં જીન રોડ પર સ્કુલ ઓફ ડિવોશનની પાછળના ભાગમાં સમર્પણ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમા એક ઘરને ટાર્ગેટ બનાવી ગરમીના કારણે પરિવાર રાત્રીના સમયે ધાબા પર સુતા ગયા હોવાથી મૌકનો ફાયદો ઉઠાવી મકાનના પાછળના ભાગમાં આવેલ  બારીની જાળી તોળીને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૧,૧૮,૮૦૦ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ જતા ચકચાર ફેલાઇ છે.  પાટડીમાં ઘરફોડ ચોરીમાં ઘરખમ વધારો થઇ રહ્યો છે. અગાઉ પણ તસ્કરો દ્વારા   સ્કુલ ઓફ ડિવોશન સહિત વિવિધ વિસ્તારોમાં ૧૦ થી વધુ મકાનના તાળા તોડી ૩ થી ૪ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. તેનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં વધુ એક ઘરફોડ ચોરી કરી તસ્કરલ ખાખી વરદીને ખુલ્લો પડકાર ફેકતા હોય તેવુ લાગી રહ્યુ છે. પાટડીમાં જીનરોડ પર સ્કુલ ઓફ ડિવોશનની પાછળના ભાગમાં સમર્પણ , સોસાયટીમાં મુળ ગોરીયાવાડના  વતની રસિકભાઇ પ્રહલાદભાઇ જોટાણીયા (પટેલ) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ગરમીના કારણે પોતાના પરિવાર સાથે રાત્રીના સમયે ધાબા ઉપર સુતા હતા. ત્યારે તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવી મકાનના પાછળના ભાગમાં આવેલ બારીની જાળી તોડી સોના ચાંદી ના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૧,૧૮,૮૦૦ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે રસિકભાઇ પ્રહલાદભાઇ જોટાણીયા (પટેલ) એ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ પાટડી પી.એસ.આઇ. વી. એન.ચૌધરી ચલાવી રહ્યા છે. આ બનાવનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ, ફીંગર પ્રિન્ટ નિષ્ણાંત અને એફ.એસ.એલની મદદ લઇ તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:17 pm IST)