Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરેન્દ્રનગરમાં સસ્તા સોનામાં લોકોને ફસાવનાર ઉત્તર પ્રદેશની ગેંગનો પર્દાફાશ

રાજકોટ, જસદણ, બોટાદ, કચ્છ, બનાસકાંઠામા પણ અનેક લોકોને છેતર્યા હોવાનું ખુલ્યુ

વઢવાણ તા. ૧૧ : સુરેન્દ્રનગરના જોરાવરનગર, રતનપર વિસ્તારના પોલીસ મથકની હદમાંજ જયારે પ૦ ટકાના ભાવથી સોનુ વેચવા ઠેક ઉત્તરપ્રદેશથી સુરેન્દ્રનગરમાં આવી અનેકને આવી લોભ લાલચમાં ફસાવવા માટેના કારસ્તાન જયારે પદાફાશ થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પણ ખુદ ચોકી ઉઠયા છે ત્યારે સુરેન્દ્રનગર આવી આ લોભામણી લાલચમાં ખાનગી રાહે અનેક ફસાયા હોવાની શહેરમા ભારે લોકચર્ચા ચાલી રહી છે.

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ઠગ ટોળકીએ ઉત્તર પ્રદેશ અને ખોમાતમાંના વેપારીને પ૦ ટકાના ભાવથી સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી અને ઠગાઇ કરવામાં આવેલ હોવાની ફરીયાદ જોરાવરનગર પોલીસ મથકમાં નોંધાઇ છે.

શોશ્યલ મીડીયા અને ફેસબુકનો આ ઠગ ટોળકીએ છુટથી  ભયવગર ઉપયોગ કરવામા આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છ.ે ફેસબુક અને શોશ્યલ મિડીયામાં પ૦ ટકાના ભાવે સોનુ સસ્તા ભાવમાં વેચવાની લોભામણી જાહેરાતથી અનેક મોટા ગજાના લોકો પણ ભોગ બન્યા હોવાની હાલ શંકા વ્યકત કરવામાં આવેલ છે.

આ ટોળકી કયાકયા ગામોમાં કોને કોને ભોગ બનાવ્યા છ.ે અને એની તપાસ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ ટીમો પણ બનાવવામાં આવેલ છે અને આ ટોળકીની તપાસનો જયારે ધમધમાટ શરૂ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા છેલ્લા ત્રણ માસ દરમ્યાન કોની કોની સાથે વાત ચિત કરી જેની તપાસ માટે આરોપીના કોલ ડિટેઇલ કઢાવવામાં આવ્યા છ.ે

ત્યારે ટોળકી દ્વારા રાજકોટ-જસદણ-બોટાદ અને કચ્છથી લઇને બનાસકાંઠા અને બાદમાં સુરેન્દ્રનગરમાં પગ પેસરો કર્યો છે.અને પદાફાશ પણ થયો છ.ે

ત્યારે આ ષડયંત્ર બહાર આવતા આવી સક્રિય થયેલ ટોળકી અને તેના વહીવટ કરતાઓ ભુર્ગભમાં ઉતરી ગયા હોવાની આશંકા વ્યકત થઇ રહી છે રતનપરના જોરાવરનગર પોલીસ મથકમાં ફરીયાદમાં ભરૂચના વેપારી પોલીસને જણાવ્યું હતું કે રતનપરના અબ્બાસ માણેક પોતાના ઘરે બોલાવી અને સોનાના બિસ્કીટ ભરેલી ર૦૦ પેટી બતાવી અને ભોગ બનાવ્યો હોવાનું જણાવવામાં આવતા ઉચુ નેટવર્ક હોવાનું બહાર આવે તેમ પોલીસને હાલમાં લાગી રહ્યુંછે.

(1:17 pm IST)