Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરેન્દ્રનગરમાં ચોરીના બાઇક સાથે યુવાન ઝડપાયો

વઢવાણ, તા. ૧૧  : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા એ જીલ્લામાં તી ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદ્દામાલ શોધી ગુનહાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા/પેરોલ જમ્ ઇસમોને પકડી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરી કાર્યવાહીક રવા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ સુચના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સ. ડી.એમ. ઢોલ એ.એલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લ્લામાંથી અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની હાલની પ્રવૃતિ અંગે માહિતી મેળવી. વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી ચોર મુદ્દામાલ શોધી કાઢવા અંગે જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ.

જે મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન સુરેન્દ્રનગર શહેર મેઇન બજારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ અને પેટ્રોલીંગ દરમિયાન ચોકકસ હકકીત મેળવી આરોપી નાશીર એસ /ઓફ  સલીમભાઇ ઇસાભાઇ મોવર (ઉ.વ.ર૩) ધંધો મજુરી રહે. રતનપર ગાંડાવાડી, અંસારી પીરની દરગાહ પાસે ચોરીને છળકપટથી મેળવેલ સિલ્વર કલરનું હીરો કંપનીનું મેગ્વ્હીલ વાળુ સ્પ્લેન્ડર પ્લસ મો. સા.નં.નં. જી.જે. ક્ષ્૩ એસી ૬૯૭૦ કી. રૂ. ર૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર ઇસમની પુછપરછ કરતા આજથી પચ્ચીસેક દિવસ પહેલા મેળાના મેદાનના ગેટ પાસેથી સદર મોટર સાયકલ મોજશોખ કરવા માટે ચોરેલ હોવાની કબુાલત આપતા જે અંગે ખાતરી કરતા સુરેન્દ્રનગર સીટી-એ ડીવીઝન પો. સ્ટે. ફસ્ટ ગુરન પ૮/ર૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ ના કામે ચોરીના ગયેલ. મો.સા. હોય મજકુરને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧) ડી. ૧૦ર મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

ડી.એમ.ઢોલ (પો. ઇન્સ. એલ.સી.બી.) નાં સીધા સુપરવિઝન હેઠળ એલ.સી.બી. ટીમના પો. સબ. ઇન્સ. વી.આર. જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા પો. કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર-મુદામાલ શોધી કાઢી ચોરીનો ભેદ ઉકેલેલ છે.

(1:17 pm IST)