Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પોરબંદરમાં કાલથી પ દિવસીય મહાત્મા સંગીત મહોત્સવ

ઓડીસી કથ્થક મોહીનીઅઠ્ઠમ શાસ્ત્રીય ગાયન સિતારવાદન સહિત વિવિધ કલા સંગીતના દેશભરમાંથી કલાકારો આવશે

પોરબંદર, તા. ૧૧ : સાંસ્કૃતિક ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષ થી કાર્યરત સંસ્થા સુર  કલચરલ કલબ અને મુંબઈ ની સુવિખ્યાત કલચરલ સંસ્થા પટેલ કલચરલ ફોઉન્ડેશન દ્વારા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર ના સહયોગ થી પોરબંદર માં સર્વ પ્રથમ વખત મહાત્મા સંગીત મહોત્સવ ઙ્ક નું આયોજન ૧૨થી ૧૬ સુધી ૫ દિવસ નું કરવામાં આવેલ છે. આ મહોત્સવ ૧૨, ૧૩,૧૫,૧૬,૪ દિવસ બિરલા હોલ, એમ.જી.રોડ,પોરબંદર ખાતે અને ૧૪    રવિવારે સાંજે ૭ થી ૧૦ સુધી સ્પેશ્યલ પ્રોગ્રામ ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી,પોરબંદર ખાતે યોજાનાર છે.

મહાત્મા સંગીત મહોત્સવમાં સમગ્ર ભારત માં થી ૩૦ જેટલા મુખ્ય કલાકારો અને ૭૦ જેટલા સહકલાકારો મળી કુલ ૧૦૦ જેટલા કલાકારો પોરબંદર આવશે અને મહાત્મા ગાંધી ને પોતાની ગાયન, વાદન અને નૃત્ય કલા દ્વારા સંગીતાંજલિ ઙ્ક અર્પણ કરશે. આ મહોત્સવ ના પ્રથમ ચરણ માં ૧૨    શુક્રવારે રાતે ૮-૩૦ વાગે મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા મહોત્સવ નું મંગલ ઉધ્દ્યાટન થશે. છત્ત્।ીસગઢ ના આર્યા નંદે અને દીક્ષા રથ નું ઓડિસી નૃત્ય જુગલબંદી, રાજકોટ ના   જીગ્નેશ સુરાની અને વૃંદ નું ભરતનાટ્યમ નૃત્ય, મુંબઈ ના   ભકિત ભાટવડેકર અને વૃંદ નું કથક નૃત્ય, રાજકોટ ના   ઉન્નતિ અજમેરા નું મોહિનીઅટ્ટમ નૃત્ય અને રાજકોટ ના   કૌસર હાજી નું શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત થશે.

મહોત્સવ નાબીજા દિવસે ૧૩    શનિવારે રાતે ૮-૩૦ વાગે ભૂબનેશ્વર ના ભકિત પુષ્પા નાયક અને તુંબુલા સાંધા નું ઓડિસી જુગલબંદી, મુંબઈ ના   અપેક્ષા ઘાટકર અને વૃંદ નું ભરતનાટ્યમ નૃત્ય, પુણે ના   મયુરી હરિદાસ અને વૃંદ નું કથક નૃત્ય અને ભૂબનેશ્વર ના બુદ્ઘાદિત્ય પ્રધાન નું સિતાર વાદન પ્રસ્તુત થશે.

મહાત્મા સંગીત ઙ્ગમહોત્સવ ના તૃતીય દિવસે ૧૪  રવિવારે ખાસ કાર્યક્રમ ગાંધી સંસ્મૃતિ ભવન,ચોપાટી, પોરબંદર ખાતે યોજાશે જેમાં મુંબઈ ના   અર્ચના બાસુ અને રાખીજી નું ઓડિસી જુગલબંદી, કોલકાતા ના   અનુસૂયા રોય નું મણિપુરી નૃત્ય, મુંબઈ ના   સોનમ વોરા અને શ્રુતિ રાનડે નું ભરતનાટ્યમ નૃત્ય જુગલબંદી અને સ્પેશ્યલ પર્ફોર્મન્સ મુંબઈ ના સુપ્રસિદ્ઘ કથક નૃત્યકલાકાર   રૂપાલી દેસાઈ નું કથક નૃત્ય તથા દિલ્હી ના   પ્રિયંકા માથુર નું શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત થશે. મહોત્સવ ના ચોથા દિવસે ૧૫ સોમવારે રાતે ૮-૩૦ વાગે થાણે ના   ડોલા ચક્રવર્તી અને અદિતિ મિત્રા નું ઓડિસી જુગલબંદી, મુંબઈ ના   રામ્યા જગદીશ વર્મા અને વૃંદ નું મોહિનીઅટ્ટમ નૃત્ય, ભાવનગર ના   ઈશાની દવે અને વૃંદ નું કથક નૃત્ય અને ભોપાલ ના   આમિર ખાન નું સરોદ વાદન પ્રસ્તુત થશે.ઙ્ગ

પોરબંદર ના પનોતા પુત્ર મહાત્મા ગાંધી ને સંગીતાંજલિ અર્પવા આવો ભવ્ય મહોત્સવ પોરબંદર ના આંગણે પ્રથમ વખત યોજાતો હોય પોરબંદર ના કલાપ્રેમી - ગાંધી પ્રેમી નગરજનો, સંસ્થાઓ ને આ સંગીત મહોત્સવ નો પાંચેય દિવસ લાભ લેવા નું ભાવભર્યું નિમંત્રણ સુર  કલચરલ કલબ ના ચેરમેન  કિરીટભાઈ રાજપરા,પ્રેસિડેન્ટ   ગીરીશભાઈ વ્યાસ,સેક્રેટરી   સુનિલભાઈ શુકલ, પટેલ કલચરલ ફોઉન્ડેશન,મુંબઈ ના   એમ.કે.પટેલ અને ગુજરાત સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સભ્ય સચિવ   જે.એમ. ભટ્ટ એ પાઠવ્યું છે.

મહાત્મા સંગીત મહોત્સવ ના અંતિમ દિવસે અંબેજોગાઇ ના પંડિત ઉદ્ઘવ અપેગઓનકર અને શિષ્ય વૃંદ નું પખવાજ કચેરી, મુંબઈ ના   સમીક્ષા શેટ્ટી અને તનુ  શાહ નું ભરતનાટ્યમ જુગલબંદી નૃત્ય, મુંબઈ ના   અખિલેશ ચતુર્વેદી નું કથક નૃત્ય, કોલકાતા ના   સુપ્રિયો મૈત્ર નું ધ્રુપદ ગાયન અને નાંદેડ ના   અઈંનોદ્દીન વારસી નું બાંસુરી વાદન પ્રસ્તુત થશે. આ બધા કલાસાધકો પોતાની કલા દ્વારા પૂજય બાપુ ને ૧૫૦ મી જન્મ જયંતિ ના સુવર્ણ વર્ષે ભાવાંજલિ અર્પશે. આ મહોત્સવ માં પૂજય   રમેશભાઈ ઓઝા, પૂજય   વસંતરાયજી, પૂજય   જયવલ્લભલાલજી, પૂજય   ભાનુ સ્વામીજી, સાંસદ   રમેશભાઈ ધડુક અને   રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય   બાબુભાઇ બોખીરીયા, સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના અધ્યક્ષ   પંકજભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ   નિલેશભાઈ મોરી, એડિશનલ કલેકટર   મહેશભાઈ જોશી, સૌરાષ્ટ્ર સિમેન્ટ ના ડિરેકટર   નરેન્દ્રસિંહજી, ઓરિએન્ટ એબ્રેસિવ્ઝ ના   એમ.એચ.રાઠોડ,   મનીષભાઈ સિંધવ,   હરીનબેન મજીઠીયા, ડો.પી.કે.સિંહા,   રાજભા જેઠવા,  સંજયભાઈ ગોસ્વામી,   હરિકાન્તભાઈ સેવક,ડો.સુરેશભાઈ ગાંધી,  મુકેશભાઈ કોટેચા,  કમળાબેન કોટેચા,   ડો. અનિલભાઈ દેવાની અને   અનિલભાઈ કારિયા વગેરે ઉપસ્થિત રહેશે.

(1:15 pm IST)