Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભાવનગરના ચર્ચાસ્પદ ખંડણી-અપહરણ-લૂંટના ગૂન્હામાં કિશોર ગોળકીયા ઝડપાયો

ભાવનગર તા. ૧૧ : ભાવનગર શહેરમાં વર્ષ ર૦૦પ માં ચર્ચાસ્પદ એવા ખંડણી માંગવાના ઇરાદે અપહરણ અને લંૂટનો બનાવ બનેલ આ ગૂન્હામાં ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપી કિશોરભાઇ લવજીભાઇ ગોળકીયા (રહે. મુળ બજુડ) તા.ઉમરાળા જી.ભાવનગર) હાલમાં મુંબઇના અંધેરી વેસ્ટમાં હોવાની બાતમી મળતા ભાવનગર આર.આર.સેલના સ્ટાફે મુંબઇ જઇ આ શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ મુંબઇ ઉપરાંત ગલ્ફના દેશોમાં છુપાતો રહેતો હોવાથી કબુલાત પોલીસને આપી હતી. પોલીસે તેની ધરપકડ કરી ભાવનગર લાવી વધુ પુછપરછ હાથ ધરી છે.

(11:35 am IST)