Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઉના રામપરાના યુવાનની પથ્થરના ઘા મારીને હત્યા

હત્યા થયેલ યુવાનની લાશને ગાડી પાછળ બાંધીને ર૦૦ મીટર ઢસડી દુર નિકાલ કરવા પ્રયાસઃ પોલીસ ઘટના સ્થળે પહોંચીઃ કારણ સહિતની તપાસ

નવાબંદર રોડ ઉપર હત્યા થયેલ યુવાનની મળેલ લાશ જોવા લોકો ભેગા થયેલ તે તસ્વીર.

ઉના તા. ૧૧ :. ઉના રામપરામાં ખારા વિસ્તારમાં રહેતા રમેશ ભગા સોલંકીની પથ્થરોના ઘા મારીને હત્યા બાદ લાશને ગાડી પાછળ બાંધીને ર૦૦ મીટર ઢસડીને પુરાવાનો નાશ કરવા લાશનો નિકાલ કરવા પ્રયાસ થયો હતો.

આજે સવારે ઉના - નવાબંદર રોડ ઉપર લાશ મળી આવતા લોકો જોવા એકઠા થયા હતાં મરનાર યુવાનના શરીરે પથ્થરના ઘા માર્યાના નિશાન મળી આવ્યા છે. પોલીસને જાણ કરતા નવાબંદર પોલીસ ઘટના સ્થળે દોડી જઇને હત્યાના કારણ સહિતની તપાસ હાથ ધરી છે.

 યુવાનની રાત્રે હત્યા કરીને લાશનો નિકાલ કરવાના નિષ્ફળ પ્રયાસ બાદ લાશ નવાબંદર રોડ ઉપરથી મળી આવી હતી.

(11:32 am IST)